પોષક તત્ત્વોથી ભરપૂર Mangosteen આ બીમારીઓમાં સૌથી વધારે ફાયદાકારક હોય છે

0
6

સ્વાદમાં મીઠા અને ખાટ્ટા મેન્ગોસ્ટીન ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. મેન્ગોસ્ટીનમાં ફાઇબર અને એન્ટી-ઑક્સીડેન્ટ જેવા પોષક તત્ત્વ મળી આવે છે જે સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. આ સાથે જ આ ફળ ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. કેન્સર, વધુ વજન અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં આ ઘણું લાભદાયી હોઇ શકે છે. જાણો, તેનાં ફાયદાઓ વિશે…

મગજ સાથે જોડાયેલી બીમારીઓમાં લાભદાયી

મેન્ગોસ્ટીન, બ્રેઇનના સોજાને ઓછો કરે છે અને માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલા માટે મેન્ગોસ્ટીનનું સેવન મગજ માટે પણ ફાયદાકારક હોય છે. આ ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં પણ મદદરૂપ છે.

ત્વચા સંબંધિત પરેશાનીઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે

ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મેન્ગોસ્ટીનનું સેવન કરવું ફાયદાકારક હોય છે. તેમાં રહેલ એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ ત્વચાને સુરક્ષિત અને સ્વસ્થ બનાવી રાખે છે.

બ્લડ શુગરને કંટ્રોલ કરશે

મેન્ગોસ્ટીનમાં ફાઇબરનું સારું પ્રમાણ મળી આવે છે જે બ્લડ શુગરને સ્થિર કરે છે આ સાથે જ ડાયાબિટીસ પર શરીરની નિયંત્રણ ક્ષમતાને વધારે છે. એક અભ્યાસ અનુસાર, તેમાં મળી આવતા રાસાયણિક બ્લડ શુગર લેવલને સંતુલનમાં રાખે છે.

વિટામિન-સીનું પર્યાપ્ત પ્રમાણ

Mangosteen એન્ટી-ઑક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને આ રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. મેન્ગોસ્ટીનમાં વિટામિન-સી સારા એવા પ્રમાણમાં મળી આવે છે, જે સ્વસ્થ રોગપ્રતિકારક પ્રણાલી માટે મહત્ત્વપૂર્ણ છે.

બજારમાં અલગ-અલગ રીતે ઉપલબ્ધ છે

મેન્ગોસ્ટીન જ્યુસ, ફળ અને ડબ્બા બંધ ટૂકડાઓ સ્વરૂપે માર્કેટમાં મળી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here