Tuesday, December 7, 2021
HomeManikarnika: પહેલીવાર કંગના વૉરિયર અવતારમાં, લક્ષ્મીબાઇના દમદાર ડાયલૉગ્સ રૂંવાડા ઉભા કરી દેશે
Array

Manikarnika: પહેલીવાર કંગના વૉરિયર અવતારમાં, લક્ષ્મીબાઇના દમદાર ડાયલૉગ્સ રૂંવાડા ઉભા કરી દેશે

કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ 25 જાન્યુઆરીએ રીલીઝ થઇ રહી છે. લક્ષ્મીબાઇના બાળપણથી લઇને અંગ્રેજો સામે લડતાં વીરગતિ પામવા સુધીની સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના કિરદારમાં જોવા મળશે. પોતાની ફિલ્મી કરિયરમાં કંગના પહેલીવાર કોઇ હિસ્ટોરીક ફિલ્મમાં અભિનય કરી રહી છે. ચાલો તમને જણાવીએ આ ફિલ્મની કેટલીક ખાસ વાતો…

આ ફિલ્મ દ્વારા કંગના ડાયરેક્શન ફિલ્ડમાં ઝંપલાવી રહી છે. તેણે કૃષ સાથે મળીને ફિલ્મનું ડાયરેક્શન કર્યુ છે.

બાહુબલી ફિલ્મ રાઇટર કેવી વિજેન્દ્ર પ્રસાદ જ મણિકર્ણિકાના રાઇટર છે.

અંકિતા લોખંડે ફિલ્મ મણિકર્ણિકાથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

125 કરોડના બજેટમાં બની ફિલ્મને હિન્દી ઉપરાંત તમિલ ને તેલુગુમાં પણ બનાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બજેટ 60 કરોડ રૂપિયા હતું પરંતુ કેટલાંક સીન્સને રી-શૂટ કરવામાં આવ્યાં છે અને હવે ફિલ્મનું બજેટ 125 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અંકિતા લોખંડે, અતુલ કુલકર્ણી, સુરેશ ઓબેરોય, ડેની, નિહાર પંડ્યા, જીશુ સેનગુપ્તા, યશ ટોંક, મિષ્ઠી સહિત અન્ય સ્ટાર્સ નજરે પડશે.

ફિલ્મના દમદાર ડાયલૉગ્સ

-મે વો મિસાલ હું જો હર ભારતીય કે અંદર આઝાદી કી ભૂખ બનકર દહકે

-હમ લડેંગે તાકિ આને વાલી પીઢિયાં અપની આઝાદી કા ઉત્સવ મનાએ.

-ઝાંસી આપ ભી ચાહતે હૈ ઔર મે ભી, ફર્ક સિર્ફ ઇતના હૈ, આપ કો રાજ કરના હૈ ઔર મુજે અપનો કી સેવા

-જબ બેટી ઉઠ ખડી હોતી હૈ તભી વિજય બડી હોતી હૈ.

મણિકર્ણિકા ટ્રેલર

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments