ટોય ઈન ટ્રેન્ડ : માર્કેટમાં મણિકર્ણિકા ડોલ આવશે, કંગનાની ટીમે ફોટો શેર કરી લખ્યું, સ્વતંત્રતા સેનાની બાળકોના નવો હીરો બનશે

0
8

કંગના રનૌતની ટીમે મણિકર્ણિકા ડોલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ડોલ થોડા જ સમયમાં બાળકોમાં ઘણી લોકપ્રિય થઇ રહી છે. કંગનાની ટીમે 2019માં આવેલ ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીમાં કંગનાએ પ્લે કરેલ રોલને આધારે ડિઝાઇન કરેલ ઢીંગલીનો ફોટો શેર કર્યો છે જે સાડી અને ઘરેણાંથી સજ્જ છે.

ફોટો ટ્વિટર પર શેર કરી ટીમે લખ્યું હતું કે, મણિકર્ણિકા ડોલ બાળકોની નવી પસંદ છે. આ સારી વાત છે કે જ્યારે બાળકો આપણા હીરો વિશે જાણતા મોટા થાય છે અને દેશભક્તિ અને બહાદુરીથી પ્રેરિત થાય છે.

પ્રોડક્શન હાઉસનું નામ પણ આ જ રાખ્યું 
મણિકર્ણિકા ફિલ્મ 25 જાન્યુઆરી, 2019ના રિલીઝ થઇ હતી. આ ફિલ્મ કંગનાએ જ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મને દર્શકોએ વધાવી લીધી હતી બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મના નામ પરથી જ કંગનાએ તેના પ્રોડક્શન હાઉસનું નામ પણ મણિકર્ણિકા ફિલ્મ્સ રાખ્યું છે.

સુશાંત સિંહના મૃત્યુ બાદ ચર્ચામાં 
કંગના આમ તો ચર્ચામાં રહેતી જ હોય છે પણ હાલ સુશાંત સિંહની આત્મહત્યા બાદ તે બોલિવૂડ vs નેપોટિઝ્મની ચર્ચામાં ખાસ્સી એક્ટિવ છે. કંગનાએ વીડિયો શેર કરીને સુશાંતના મૃત્યુ પાછળ બોલિવૂડની નેપોટિઝ્મ ગેંગને જવાબદાર ગણાવી હતી. ત્યારબાદથી કેમ્પિંગ, ગ્રુપીઝમને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે.

કંગનાની અપકમિંગ ફિલ્મ્સ 
કંગના હાલ તો શૂટિંગ બંધ હોવાના કારણે મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તેની અપકમિંગ ફિલ્મ થલાઈવી છે જે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. આ સિવાય તે ધાકડ અને તેજસ જેવી ફિલ્મોમાં પણ દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here