અમદાવાદ : મણિનગર કુમકુમ મંદિર દ્રારા મુક્તજીવન સ્વામીબાપાની 113મી જયંતી ઉજવાશે

0
7

મણિનગર સ્વામિનારાયણ મંદિર- કુમકુમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુક્તજીવન સ્વામીબાપાની 113મી પ્રાગટ્ય જયંતી તા.17 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ તેમના પ્રથમ પટ્ટરિષ્ય મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ – મણિનગર અને નાદરી ખાતે ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવનો સૌ કોઈ દેશ વિદેશના ભકતો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટુયબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

મહા અભિષેક, સંતવાણી આદી વિવિઘ કાર્યક્રમો યોજાશે
આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાઘુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 17ના રોજ મુક્તજીવન સ્વામીબાપાની પુષ્પ, શર્કરા, પુંગીફલ,ગોળ અને પેંડા થી તુલાવિધિ, ષોડ્શોપચારથી મહાપૂજન,પંચામૃતથી મહા અભિષેક, સંતવાણી આદી વિવિઘ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે મહંત શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન આપશે. આ મહોત્સવના ભાગ રુપે તા.16ને બુધવારના રોજ રાત્રે 7.30થી 9.30 મુક્તજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ અને કીર્તન ભક્તિ યોજાશે.

અનેક મંદિરો સ્થપાયા છે
કુમકુમ મંદિરના સાઘુ પ્રેમવત્સલદાસજીએ મુક્તજીવન રવામીબાપા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જીવનપ્રાણ સ્વામીબાપાએ ગુજરાત ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ પદે રહીને જનસમાજની સેવા કરી છે. સ્વામિનારાયણ સંપદાયમાંથી વિદેશની ભૂમિ ઉપર તેઓ સૌ પ્રથમ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને લઈને ઈ.સ. 1948માં આફ્રીકા પધાર્યા હતા. ત્યારથી વિદેશની અંદર સત્સંગ પ્રચારનો પ્રારંભ થયો છે અને જેને લઈને આજે અનેક મંદિરો સ્થપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here