મણિપુર : ડ્રગ્સ કેસમાં કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરતા પોલીસ અધિકારીએ વીરતા પુરસ્કાર પરત કર્યો

0
13

મણિપુર ડ્રગ્સ કેસમાં અદાલતના આદેશ બાદ મણિપુરના એડિશનલ પોલીસ અધિક્ષક (ASP) થોનાઓજમ બ્રિંદાએ શુક્રવારે પોતાનો મુખ્યમંત્રી વીરતા પુરસ્કાર પરત કર્યો હતો. આ ડ્રગ્સ કેસમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ એડીસી અધ્યક્ષ અને 6 અન્ય લોકો સામે આરોપ લાગ્યા હતા. ડ્રગ્સ કેસમાં તપાસના સંદર્ભમાં પોલીસ અધિકારીને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. પોલીસ અધિકારીએ મુખ્યમંત્રી એન બિરેન સિંઘને લખેલા પત્રમાં કોર્ટના આદેશને કારણ તરીકે જણાવ્યું છે. કોર્ટે ડ્રગ્સ કેસમાં થયેલી તપાસને “અસંતોષકારક” ગણાવતા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

બ્રિંદાને 13 ઓગસ્ટ 2018ના રોજ દેશભક્તિ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા માદક દ્રવ્યો સામેની લડાઈમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ મુખ્યમંત્રી પોલીસ ચંદ્રક એનાયત કરાયો હતો.

ડ્રગ્સ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
પોલીસ અધિકારીએ રાજ્ય સરકાર માટે પૂરા સન્માન સાથે અને એનડીપીએસ કોર્ટના નિર્ણયનું પાલન કરતાં મેડલ પરત આપવાની રજૂઆત કરી છે. લામફેલની એનડીપીએસ કોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ સ્વાયત ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (એડીસી) ના પ્રમુખ લુકોશી જો અને છ અન્ય લોકોને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે, જેમના નામ આ કેસમાં સામે આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરાયું હતું.

બ્રિંદાએ કહ્યું કે અદાલતે આ કેસની તપાસ અને કાર્યવાહીને અસંતોષકારક ગણાવી છે, તેથી તે પોતાનું ચંદ્રક પરત કરી રહી છું.

બ્રિંદાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, “હું નૈતિક રીતે અનુભવું છું કે મેં દેશની ગુનાહિત ન્યાય પ્રણાલીની ઇચ્છા મુજબ મારી ફરજ બજાવી નથી. તેથી, હું પોતે આ સન્માનને લાયક માનતી નથી. અને રાજ્યના ગૃહ વિભાગને પુરસ્કાર પરત કરી રહી છું. જેથી કોઈ વધુ યોગ્ય અને વફાદાર પોલીસ અધિકારીને આ પુરસ્કાર આપી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here