Thursday, August 5, 2021
No menu items!
Homeમનિષ પૌલ અને સારેગામાપા લિટલ ચેમ્પ્સ જજે એક ખોવાયેલા બાળકોને શોધવામાં મદદ...
Array

મનિષ પૌલ અને સારેગામાપા લિટલ ચેમ્પ્સ જજે એક ખોવાયેલા બાળકોને શોધવામાં મદદ કરવા માટે એક હૃદયસ્પર્શી વિનંતી કરી!

ઝી ટીવીના પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સએ તેમના સુંદર સ્પર્ધકો દ્વારા આપવામાં આવેલા આશ્ચર્યજનક પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા છે. બોલિવૂડના મહાનુભાવ અમોલ પાલેકરની સાથે ૮૦ના દાયકાની ઉજવણી બાદ, પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, ઇન્ડિયા કી ફરમાઇશ એપિસોડની સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે, જ્યાં સ્પર્ધકો સમગ્ર દેશમાંથી કેટલાક ખાસ મહેમાન દ્વારા વિનંતી કરવામાં આવેલા ખાસ ગીતો સ્પર્ધકો ગાશે.

જ્યારે ભારત લિટલ ચેમ્પ્સ માટે વિવિધ ગીતોની વિનંતી કરી રહ્યું હતું, ત્યારે તેમાંના એક મહેમાને શોના ક્રિએટિવ ટીમને ખરેખર એક હૃદયસ્પર્શી વિનંતી કરી. તેને તેના ખોવાયેલા દિકરાને શોધવા માટે મદદ માંગી. હોસ્ટ મનિષ પૌલ અને જજ જાવેદ અલી, હિમેશ રેશમિયા અને અલ્કા યાજ્ઞિકે જેવી તેની વિનંતી સાંભળી, તેઓ તેમની ભાવના પર કાબુના રાખી શક્યા અને તુજસે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હું મૈં પરના રાનિતાના પર્ફોર્મન્સ પહેલા, મનિષ પૌલએ દરેક દર્શકોને એક ખાસ વિનંતી કરી. તેને દર્શકોને મોટેપાયે વિનંતી કરી અને જણાવ્યું કે, તેમની પાસે ધ્રુવ જે સુરેન્દ્ર અને મિનાક્ષી અગ્રવાલનો પુત્ર છે, જે સેટ પર આવ્યા છે અને તેમને જણાવ્યું છે કે, તેમનો દિકરો ૨ વર્ષથી ખોવાયેલો છે, જો કોઇની પાસે તેમની કોઈ મહિતી હોય તો, તેઓ સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સને જણાવે. આંખોમાં આંસુ સાથે તેને દર્શકોને તેમની પાસે જે કંઈપણ માહિતી હોય તેના સુધી પહોંચવા માટે વિનંતી કરી હતી!

૧૧ વર્ષની ઉંમરનો ધ્રુવ દિલ્હીથી ૨૭મી ઓગસ્ટ, ૨૦૧૮થી ખોવાયેલો છે. તેનો પરિવાર ઇ-૫૩, લેન નંબર ૩, શાસ્ત્રી પાર્ક, દિલ્હી ખાતે રહે છે અને તેને તેના દિકરાની જો કોઈપણ માહિતી તેમની પાસે હોય તો, તુરંત જ તેનો કોન્ટેક્ટ કરવા માટે કહ્યું છે. તેની વિનંતી સાંભળ્યા બાદ, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સની જજ અલ્કા યાજ્ઞિકે ઉમેર્યું, ‘હું દિલથી પ્રાર્થના કરું છું કે, તમને તમારો ખોવાયેલો દિકરો પાછો મળે. મારું દિલ આ સાંભળીને ધ્રુજી ગયું છે, ત્યારે તમારા પર શું વિતતી હશે. તમે જ જાણો છો કે, તમને કેવું લાગે છે, કેવી રીતે દિવસ અને રાત તમારા બાળક વિશે સાંભળવા માટે વિતાવતા હશો. મને ખાતરી છે કે, તમને તમારો દિકરો બહું જલ્દીથી મળશે.’

જાવેદ અલી અને હિમેશ રેશમિયાએ પણ તેની જાહેરાત કરી અને તેમના બાળકને શુભેચ્છા પાઠવી કે, તેઓ તેના ખોવાયેલા બાળકને જલ્દીથી પાછો મેળવે. તેમને એ પણ ઉમેર્યું કે, જ્યારે બીજા લોકો તેમના પ્રત્યે ફક્ત સહાનુભૂતિ દર્શાવી શકે છે, પરંતુ આ પરિસ્થિતિમાંથી પસાર થતા માતા-પિતાનું દર્દ કોઈને ખબર નહીં પડે. સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સની સમગ્ર ટીમ તથા ઝી ટીવી આશા રાખે છે કે, માતા-પિતાને તેનો બાળક જલ્દીથી મળે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments