Home એન્ટરટેમેન્ટ મનિષ પોલની જાહેરાત પર કાશ્મીરીઓનું અપમાન કરવાનો આરોપ : સોશિયલ મીડિયા યુઝર્સે...

મનિષ પોલની જાહેરાત પર કાશ્મીરીઓનું અપમાન કરવાનો આરોપ : સોશિયલ મીડિયા યુઝર્સે જાહેરાત ડિલીટ કરવા માગ કરી.

0
19

હોઝિયરી બ્રાંડ ડોલર તેની નવી જાહેરાતને લીધે વિવાદમાં ફસાઈ છે. ટીવી હોસ્ટ અને એક્ટર મનિષ પોલ આ જાહેરાતમાં છે અને તેની પર યુઝર્સ કાશ્મીરીની છબી ખરાબ કરવાનો આરોપ મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ મનિષ અને કંપની એ બંનેનો વિરોધ કરી રહ્યા છે અને જાહેરાત ડિલીટ કરવા માગ કરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં મનિષે આ જાહેરાત ટ્વિટર પર શેર કરી હતી.

તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘તમારી સાથે ડોલર થર્મલના નવા કેમ્પેનની શરુઆત શેર કરીને ખુશી થઇ રહી છે. આ જાહેરાત નોનુ ચિડિયાએ ડિરેક્ટ કરી છે. ડોલર અલ્ટ્રા હૈ ના તો કુછ એક્સ્ટ્રા નહિ ચાહિએ.’

સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શન

આ જાહેરાત પર એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘મિસ્ટર મનિષ પોલ આ ઘણું અપમાન જનક છે. હકીકતમાં આ કાશ્મીરીઓ વિરુદ્ધ છે. અમે અમારા મહેમાનના સ્વાગત માટે આખી દુનિયામાં ફેમસ છીએ. તમને અમને ચોરના રૂપે દેખાડી રહ્યા છો. આ ડિલીટ કરવી જોઈએ. કાશ્મીરમાં ટુરિસ્ટ વિરુદ્ધ ક્રાઈમ રેટ 0% છે.’

વીડિયોમાં શું છે?

વીડિયોમાં મનિષ પોલ તેની પાર્ટનર સાથે સેલ્ફી લઇ રહ્યો છે, તે દરમિયાન એક ચોર આવીને તેનું જેકેટ ખેંચીને ભાગી જાય છે. મનિષ તેની પીછો કરે છે અને પછી બંને એક કિનારે ઊભા રહી જાય છે. એ પછી મનિષ અને તેની પાર્ટનર એક પછી એક તેમના થર્મલ વેર ઊતારીને આપી દે છે અને કહે છે, ડોલર એક્સ્ટ્રા હૈ ન…કુછ એક્સ્ટ્રા નહિ ચાહિએ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App