Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝમનિષ સિસોદિયાએ કહ્યુ : AAPને અયોધ્યામાં રામલલા તરફથી અને સંતો તરફથી આશીર્વાદ...

મનિષ સિસોદિયાએ કહ્યુ : AAPને અયોધ્યામાં રામલલા તરફથી અને સંતો તરફથી આશીર્વાદ મળી ગયા

યુપીમાં ચૂંટણી લડવાની તૈયારીઓના ભાગરૂપે દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા અયોધ્યા પહોંચ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીને અયોધ્યામાં રામલલા તરફથી અને સંતો તરફથી આશીર્વાદ મળી ગયા છે. આખા દેશમાં કેજરીવાલ એક માત્ર મુખ્યમંત્રી છે જે ભગવાન રામમાંથી પ્રેરણા લઈને સરકાર ચલાવે છે.

તેમણે કહ્યુ હતુ કે, ભગવાન રામના નામ પર વાત કરનારી ભાજપ અંતે શું કરે છે તે બધા જાણે છે. જ્યારે દિલ્હી સરકાર તો ભગવાન રામના સિધ્ધાંતો પર ચાલી રહી છે. યુપીમાં સરકાર બનાવવા માટે અમે ભગવાન રામ સમક્ષ અરજી કરી છે. અમે તિરંગા યાત્રા થકી લોકોની વચ્ચે જઈ રહ્યા છે.

સિસોદિયાએ કહ્યુ હતુ કે, યુપીને હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને મહિલા સુરક્ષા પર કામ કરનારી સરકારની જરૂર છે.ભાજપે ભ્રષ્ટાચાર, ગુંડારાજ, બેરોજગારી દુર કરવાના વાયદા કર્યા હતા પણ એક પણ વાયદો પૂરો કર્યો નથી. યોગી સરકારે ગુંડારાજને પ્રોત્સાહન આપ્યુ છે અને હાથરસ રેપ કેસમાં સરકાર બળાત્કારીઓ સાથે ઉભી રહી હતી.

તેમણે કહ્યુ હતુ કે, યુપીના ખેડૂતો ખેતીની ઉપજના પૈસા માંગી રહ્યા છે તો સરકાર તેમને ગુંડા કહે છે. કોરોનામાં યુપી સરકારે આઠ લાખના વેન્ટિલેટર 22 લાખમાં ખરીદયા છે. લોકોએ રામ મંદિરના નામે ફાળો આપ્યો હતો અને આ પૈસા ભાજપ ખાઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments