62 વર્ષીય મંજીત કૌર પટિયાલાથી જીપ ચલાવી સિંધુ બોર્ડર પહોંચ્યાં

0
0

ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે 62 વર્ષીય મંજીત કૌર પટિયાલાથી સિંધુ બોર્ડર સુધી જીપ ચલાવીને પહોંચ્યા. તેમણે પટિયાલાથી દિલ્હી સુધી જાતે જ ડ્રાઈવિંગ કર્યું. સોશિયલ મીડિયા પર આ દાદીના ફોટો વાઈરલ થઇ રહ્યા છે. મંજીત જીપ ચલાવી રહ્યા છે જ્યારે તેમની સાથે અન્ય મહિલાઓ પણ જીપમાં છે. આ ફોટો સૌપ્રથમ કિસાન એકતા મોર્ચાએ શેર કર્યો. કેપ્શનમાં લખ્યું,‘62 વર્ષીય મંજીત કૌરે પંજાબના પટિયાલાથી જાતે ગાડી ચલાવીને આંદોલનમાં ભાગ લેવા માટે સિંધુ બોર્ડર પહોંચ્યા છે.’

સોશિયલ મીડિયા યુઝર્સ મંજીત કૌરના વખાણ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ પણ દાદીમાનો ફોટો શેર કરીને લખ્યું, ‘ચક દે ફટ્ટે’ આટલી ઉંમરે દાદીનો જુસ્સો ઘણા લોકો માટે પ્રેરણાસમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here