મન કી બાત : PM મોદીએ જનતા કર્ફ્યુ અને તાળી-થાળીનો કર્યો ઉલ્લેખ

0
6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ વર્ષનો ત્રીજો રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમનો 75મો એપિસોડ છે. આ પહેલા મોદીએ 28 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે, તે અંગે વડાપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી છે.

મન કી બાતમાં સંબોધન કરતા વડાપ્રધાને શ્રોતાઓને કહ્યું હતું કે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે આટલા જીણવટતાપૂર્વક મન કી બાતને ફોલો કરી છે અને આપ આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહ્યા છો. આ મારા માટે ખૂબ જ ગૌરવભરી વાત છે, આનંદનો વિષય છે. આ સંયોગની વાત છે કે આજે મને 75માં મન કી બાત કાર્યક્રમમાં વાત કરવાની તક મળી છે. આ જ મહિનામાં આઝાદીના 75માં વર્ષ માટેના અમૃત મહોત્સવ પણ શરૂ થયો છે.

ગત વખતે પાણીના મહત્વ વિશે ચર્ચા કરી હતી

ગયા મહિને મોદીએ પાણીના મહત્વ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે એક રીતે પાણી પારસ કરતા વધારે મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેથી, આપણે પાણીના સંગ્રહ માટે પ્રયાસો કરવા પડશે. આ માટે સામૂહિક પ્રયત્નોની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here