રાજકોટ : મનપાએ ગુજરી બજારમાં સામાન જપ્ત કર્યો : ધંધાર્થીઓએ રોડ પર બેસી વિરોધ વ્યક્ત કર્યો

0
0

રાજકોટ મનપાએ કોઠારિયા રોડ પર આવેલી ગુજરી બજારમાંથી માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી કરતા ધંધાર્થીઓનું ટોળું મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દોડી આવ્યું હતું. ગરીબ ધંધાર્થીઓએ એવો આક્ષેપ કર્યો કે, મનપાના કર્મચારીઓ સામાન જપ્ત કરી પોતાની ઘરે લઇ જાય છે. ધંધાર્થીઓએ રોડ પર ચક્કાજામ કરતા પોલીસે 46 ધંધાર્થીની અટકાયત કરી હતી.

કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે રાજકોટ મનરાની દબાણ હટાવ શાખાની ટીમે કોઠારિયા રોડ પર ભરાતી ગુજરી બજારમાંથી મોટા પ્રમાણમાં માલસામાન જપ્ત કર્યો હતો. જેના પગલે ઢેબર રોડ પર આવેલી મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધંધાર્થીઓનું ટોળું દોડી આવ્યું હતું. મ્યુનિ. કમિશનરને રજૂઆત માટે આવેલા ધંધાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ તેમજ કોઇ તોડફોડ ન કરે તેવા ડરથી મનપાની વિજિલન્સ શાખાએ એ ડિવિઝન પોલીસને તુરંત બોલાવી લીધી હતી.

ધંધાર્થીઓનો જપ્ત કરેલો સામાન પરત આપવાનો મનપાના અધિકારીઓએ ઇનકાર કરતા ધંધાર્થીઓ રોડ પર બેસી ચક્કાજામ શરૂ કર્યો હતો. જેના પગલે એ ડિવિઝન પોલીસે 46 ધંધાર્થીની અટકાયત કરી સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કાર્યવાહી પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here