સંક્રમણ અટકાવવા મનપાનું માઈક્રો પ્લાનિંગ:રાજકોટમાં શરદી, ઉધરસ અને તાવની દવા મેડિકલ સ્ટોરે લેવા જનાર વ્યક્તિના નામ-નંબર નોંધાશે અને કોરોના ટેસ્ટ થશે

0
20
રાજકોટના 1 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે
  • રાજકોટના 1 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સમાં આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
  • મેડિકલ ઓફિસરો મેડિકલ સ્ટોર્સ પાસેથી દર્દીઓના નામ-નંબર લઈ કોરોના ટેસ્ટ કરાવશે
રાજકોટના 1 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

સીએન 24 સમાચાર

રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં કોઈ પણ વ્યક્તિ શરદી, ઉધરસ કે તાવની દવા લેવા જશે તો તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આથી કોરોના સંક્રમણ અટકશે અને પોઝિટિવ દર્દીઓ અન્યના સંપર્ક આવ્યા હોય તેની માહિતી પણ મળી રહેશે.

મેડિકલ સ્ટોર્સ વોર્ડના મેડિકલ ઓફિસરો સાથે કો ઓર્ડિનેટ કરશે
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ન છુપાવવા જોઈએ. મેડિકલ સ્ટોર્સમાં જતી વ્યક્તિએ પોતાનું નામ, નંબર અને એડ્રેસ લખાવાના રહેશે. મનપા દ્વારા અલગ અલગ વિસ્તારના મેડિકલ સ્ટોર્સને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોર્સ વોર્ડના મેડિકલ ઓફિસરો સાથે કો ઓર્ડિનેટ કરશે. રાજકોટના 1 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સમાં આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મેડિકલ ઓફિસરો મેડિકલ સ્ટોર્સ પાસેથી દર્દીઓના નામ-નંબર લઈ કોરોના ટેસ્ટ કરાવશે.

મેડિકલના સંચાલકે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો

અમે તો કોરાનાની શરૂઆત થઈ ત્યારથી જ નામ અને એડ્રેસની યાદી રાખીએ છીએઃ મેડિકલ સંચાલક
રાજકોટના એક મેડિકલ સંચાલકે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે જ છે. કારણ કે આમાં શરદી, તાવ અને ઉધરસની દવા લેવા આવતા લોકો કોરોના સંક્રમિત છે કે નહીં જાણી શકાતું નથી. આથી આ નિર્ણય સારો જ છે. અમે તો કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ દવા લેવા આવતા લોકોના નામ, નંબર અને એડ્રેસની યાદી રાખીએ છીએ. દવા લેવા આવતા લોકોને પણ અમે સમજાવીએ છીએ કે તમે ડોક્ટર પાસે જાવ અને તેમની સલાહ લ્યો તો તમારા માટે હિતાવહ છે.

દર્દીઓની સ્થિતિ જાણવા માટે વધુ એક હેલ્પલાઈન
રાજકોટ સિવિલમાં જે દર્દીઓ દાખલ હોય છે તેમની તબિયત કેવી છે તે મામલે પરિવારજનો ચિંતિત હોય છે. દર્દીઓનું સ્વાસ્થ્ય જાણવા નવી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. તેમાં વધુ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. દર્દીઓના સગાઓને મેડિકલ કંડિશન જાણવા માટે 9313717584 તેમજ 6352599300 પર ફોન કરવા વહીવટી તંત્રએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here