મનપ્રીત અને રામપાલ : ટોક્યોમાં સેટ થવા માટે કરી રહ્યા છે પ્રેક્ટિસ

0
0

દેશની નજર ફરી એકવાર આપણી હોકી ટીમમાં છે. કારણ કે આ રમતમાં ભારતે સૌથી વધુ 8 ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા છે. એવામાં હોકી જગતમાં ભારત આજે પણ મહાશક્તિના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એ વાત અલગ છે કે ભારતીય હોકીએ 1980 મોસ્કો ઓલિમ્પિક બાદથી સારા દિવસો નથી જોયા. એવામાં ભાસ્કરના કૃષ્ણ કુમાર પાંડેયએ બંને સુકાની મનપ્રીત સિંહ અને રાની રામપાલ સાથે તેમની તૈયારીઓ પર પ્રશ્નો કર્યા.

આપણી ટીમો કેટલી તૈયાર છે?
મનપ્રીત: બધાને ખ્યાલ છે કે ટોક્યોમાં ગરમી વધુ હશે. એટલા માટે અમે બપોરે ટ્રેનિંગ કરી રહ્યા છીએ. તેનાથી અમે ટોક્યોના વાતાવરણમાં સેટ થવામાં તકલીફ નહીં પડે.
રાની: અમારી ટીમ ઘણી તૈયાર છે. લાંબા સમયથી અમે સાથે ટ્રેનિંગ કરી રહ્યા છીએ. અમે લોકડાઉનમાં પણ ટ્રેનિંગ ચાલુ રાખી હતી.

પુલમાં વર્લ્ડ નંબર-1 અને ઓલિમ્પિક ચેમ્પિયન ટીમ છે. સફર કેટલો અઘરો રહેશે?
મનપ્રીત: અમે બે જ ટીમને નથી જોઇ રહ્યા. ઓલિમ્પિકમાં કોઇ પણ નબળી ટીમ નથી. બધી જ ટીમો બેસ્ટ આપવાની છે. અમારો વિચાર એ જ છે કે અમે કોઇ ટીમને ઓછી ન આંકીએ અને પુરી તાકાત સાથે ઉતરીશું. અમે દરેક ટીમનું એનાલિસિસ કરી તેના મજબુત અને નબળા પક્ષની પરખ કરી છે.
રાની: અમારું એજ લક્ષ્ય છે કે અમે પહેલા ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીએ. કારણ કે આજની હોકી એવી છે કે ગમે ત્યારે કોઇ પણ ટીમ જીતી શકે છે.

સુકાની તરીકે તમારી તૈયારી શું છે?
મનપ્રીત: હું એકલો નથી. મારી સાથે શ્રીજેશ, રૂપિન્દર, બીરેન્દ્ર જેવા ઘણા સિનિયર ખેલાડીઓ છે. સીનિયર કોર ગ્રુપની અલગ જવાબદારી છે. એજ પ્રયાસ રહેશે કે અમે નક્કી કરેલ યોજના પ્રમાણે રમીએ.
રાની: અમારો પ્રયાસ એજ રહેશે કે અમે એક ટીમની રીતે રમીએ. ટીમમાં યુવા-અનુભવી ખેલાડી છે. દરેક ખેલાડીઓ પોતાની ભુમિકા સારી રીતે નિભાવશે તો સારૂ પ્રદર્શન કરીશું.

ટીમની રણનીતિ શું રહેશે?
મનપ્રીત: અમે અટેકિંગ અને પેનલ્ટી કોર્નર પર કામ કરી રહ્યા છીએ. અમારૂ ધ્યાન એજ રહેશે કે ડ્રેગ ફ્લિકરનો વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ. ડિફેન્સ પર પણ ધ્યાન આપી
રહ્યા છીએ.
રાની: અમે દરેક ટીમ સામે અલગ-અલગ પ્લાનની સાથે ઉતરીશું. મોટાભાગની મેચમાં અટેકિંગ ગેમ રમવાનું પસંદ કરીશું.

અંતિમ ક્ષણમાં ગોલ ખાવાની ખામીને કઇ રીતે સુધારશો?
મનપ્રીત: અમે તેના પર ઘણું કામ કર્યું કે અંતિમ મિનિટોમાં બોલને કઇ રીતે નિયંત્રણમાં રાખીએ. પ્રયાસ રહેશે કે અંતિમ 10 મિનિટમાં બોલને હરીફ ટીમની સાઇડ રાખીએ. જેથી તેમના પર દબાણ રહે.
રાની: અમે બંને કંડીશન પર કામ કર્યું છે કે અંતિમ સમયમાં ગેમમાં વાપસી કરી શકીએ અને જો અમે લીડ કરી રહ્યા હશું તો તે લીડને જાળવી રાખીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here