માણસા : વરસોડા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં ભાજપ બિનહરીફ જીત્યો

0
8
  • ઇટાદરા જિ. પં.ની બેઠક પર આપના ઉમેદવારે તેમનું ફોર્મ પરત ખેંચ્યું

માણસા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં આજે તાલુકાની વરસોડા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા તો તાલુકાની ઇટાદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાઈ ગયા હતા તેવી જ રીતે ઇટાદરા જિલ્લા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ તેમનું ફોર્મ પરત ખેંચી ભાજપ માં જોડાયા હતા.

માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થવાની સાથે જ મુખ્ય રાજકીય પાર્ટીઓએ પોતાના લોક સંપર્ક અને સક્ષમ ઉમેદવારો પર ધ્યાન કેન્દ્રિત કરી ચૂંટણી ના મેદાનમાં ઉતર્યાહતા માણસા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી સહિત અપક્ષોએ પોતાના ઉમેદવારો ના ફોર્મ ભરાવ્યા હતા જેમાંથી ચકાસણી બાદ તાલુકા પંચાયત માટે 70 ફોર્મ અને જિલ્લા પંચાયત માટે 27 ફોર્મ માન્ય રાખયા હતા. જેમાં આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ કોંગ્રેસ પ્રતિસ્પર્ધી ઉમેદવારો મત માં ગબડા ન પડે તે માટે કોઈપણ ભોગે આજે ઉમેદવારી પરત ખેંચે તેવા પ્રયત્નોમાં લાગી ગયા હતા જેમાં તાલુકાની વરસોડા બેઠક પર કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર માણસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ચૌધરી પ્રકાશભાઈ ગોવાભાઇ એ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચતાં કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હતો અને આ બેઠક ભાજપને બિન હરીફ મળી ગઈ હતી.

ફોર્મ પરત ખેંચવાના આજે છેલ્લા દિવસે તાલુકા પંચાયતની 26 બેઠકો માટે હવે 63 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં 14 બેઠક પર ભાજપ-કોંગ્રેસ સીધો જંગ 10 બેઠકો પર ત્રિપાંખિયો જંગ અને ઇટાદરા બેઠક પર સૌથી વધુ પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેવી જ રીતે જિલ્લા પંચાયતની સાત બેઠકો પર 17 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં પાંચ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે, એક બેઠક પર ત્રિપાંખિયો અને એક સમૌ બેઠક પર 4 ઉમેદવારો નો જંગ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here