Thursday, October 28, 2021
Homeમાણસા : બોરૂ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરથી કારમાં સવાર 3...
Array

માણસા : બોરૂ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરથી કારમાં સવાર 3 વેપારીનાં મોત

માણસા: ચોટીલાથી માતાજીના દર્શન કરી પરત જતા વિસનગરના વેપારીઓની ઇકો ગાડીને બોરૂ પાટીયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા ગાડી ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થ‌ળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને શરીરે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત મામલે માણસા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

બોરૂ પાટીયા પાસે મધ્યરાત્રીએ ઇકો ગાડીને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માત અંગે માણસા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના વિસનગરમાં નિકેશકુમાર અંબાલાલ શાહ, અલ્કેશકુમાર બાબુલાલ શાહ, અશ્વિનભાઇ પ્રહલાદભાઇ પટેલ, ધ્રુવ ઉર્ફે શનિ નિકેશભાઇ શાહ, રીતેષ અશોકભાઇ શાહ ચોટીલા માતાજીના દર્શન કરીને ઇકો ગાડી નંબર જીજે-2-સીપી-7689માં પરત વિસનગર જઇ રહ્યા હતા.

મધ્યરાત્રીએ ગાંધીનગર થી ગોઝારીયા રોડ ઉપરથી બોરૂ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી પસાર થતી હતી. ત્યારે અજાણ્યા વાહને ઇકો ગાડીને ટક્કર મારતા ગાડીના ચાલક સહિત છ વ્યક્તિઓને શરીરે વધતી ઓછી ઇજાઓ થઇ હતી. જેમાં ઇકો ગાડીનો ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને માથામાં ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત કોની સાથે થયો તેની ગાડી ચાલક સિવાય કોઇને ખબર નહી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. અકસ્માત થતા ગાડીમાં બેઠેલા ધ્રુવ ઉર્ફે શનિ નિકેશભાઇ શાહ (ઉ.વ.25)ને શરીરે સામાન્ય ઇજાઓ થતાં વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપીને રજા આપી છે. મહેસાણા જિલ્લાના વિસ‌નગર, અલકા સોસાયટી, મકાન નંબર 18માં રહેતા ધ્રુવ ઉર્ફે શનિ શાહે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત મુસાફરોના નામ
અજાણ્યા વાહનની ટક્કરથી ઇકોગાડીના અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. જેમાં ધ્રુવ ઉર્ફે શનિ નિકેશભાઇ શાહ, રીતેષ અશોકભાઇ શાહ અને અશ્વિનભાઇ પ્રહલાદભાઇ પટેલને ઇજાઓ થઇ છે.

ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનારા વિસનગરના કમનસીબ 3 વ્યક્તિનાં નામ 
ઇકોગાડીને અજાણ્યા વાહનની ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણ વ્યક્તિઓમાં ઇકોગાડીનો ચાલક જીગરપુરી વિનોદપુરી ગોસ્વામી, નિકેશકુમાર અમરતલાલ શાહ અને અલ્કેશકુમાર બાબુલાલ શાહનો સમાવેશ થાય છે આ અકસમાત રાત્રે થયો હોવાથી તેની તાત્કાલિક જાણ થઈ ન હતી પણ સવારે આ અંગે જાણ થતા લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments