સુરત : મહુવા સુગરના ડિરેક્ટર પદેથી માનસિંગ પટેલે રાજીનામું આપતા સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયું

0
11

સુરત. સુમુલ ડેરી મુદ્દે ચેરમેન રાજુ પાઠક અને માનસિંગ પટેલ વચ્ચેનો ગજગ્રાહ યથાવત છે. ત્યાં નવો વળાંક આવ્યો છે. મહુવા સુગરના ડિરેક્ટર પદેથી માનસિંગ પટેલે રાજીનામું ધરી દીધું છે. જેથી સહકારી ક્ષેત્રે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. માનસિંગ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, તેમણે 2016માં પણ આ રીતે રાજીનામું આપી દીધું હતું.

ભંગાર મુદ્દે રાજીનામાની ચર્ચા

મહુવા સુગરમાં ભંગાર કૌભાંડનો મુદ્દો ફરી ગરમાતા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.માનસિંગ પટેલએ મહુવા સુગરના ડિરેક્ટર પદેથી આ કારણે પણ રાજીનામું આપ્યાની ચર્ચા છે. માનસિંગભાઈ ચેરમેન હતા તે સમયે ભંગારના કૌભાંડ થયાનો આક્ષેપ થયો હતો જેને ઉદ્દેશીને રાજીનામુ આપ્યાનું કહેવાઈ રહ્યું છે. જો કે સુત્રો દ્વારા અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહેવાયું છે. જો કે,માનસિંગ પટેલના રાજીનામાંને લઈને ફરી એકવાર સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here