મનસુખ હિરેનના મોતનો કેસ : મીઠી નદીમાંથી મળી આવેલી નંબર પ્લેટ જાલનાથી ચોરી થયેલી કારની હતી

0
5

એન્ટિલિયાકેસની તપાસ કરનારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાની તપાસ હાથમાં આવ્યા બાદ એક્શન મોડમાં છે. રવિવારે ટીમે મુંબઈની મીઠી નદીમાંથી એક કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, DVR, CD, એક કારની બે નંબર પ્લેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો મળી આવ્યાં છે. હવે આ નંબર પ્લેટ અંગે એક નવો ઘટસ્ફોટ થયો છે.

NIAને જાણ થઈ છે કે આ નંબર પ્લેટ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા જાલનાના રહેવાસી વિનય નાડેની ચોરી થયેલી ‘મારુતિ ઇકો’ કારની છે. આ કાર ઔરંગાબાદથી ચોરી થઈ હતી અને અને એનો ગુમ થયાનો રિપોર્ટ 20 નવેમ્બર 2020ના રોજ ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. NIA હવે એ વાતની તપાસ કરી રહી છે કે આ કારને લઈ શું API સચિન વઝે અન્ય કોઈ ગુનો કરવાનો હતો અથવા તે એનો ઉપયોગ કેસ ભટકાવવા અથવા ફરાર થવા માટે કરવાનો હતો.

કારના માલિકનું શું કહેવું છે

નંબર પ્લેટનો ફોટો સામે આવ્યા બાદ વિનય પોતે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આ જાણકારી આપી. તેણે જણાવ્યું હતું કે MH-20-FP-1539 T નંબરવાળી કાર 16 નવેમ્બર 2020ના રોજ ચોરી થઈ હતી. તેણે આ મામલે FIR પણ નોંધાવી હતી. FIRની કોપી પણ તે સાથે લાવ્યો હતો.

CFSL કરી રહી પુરાવાની તપાસ

મીઠી નદીમાં મળેલા પુરાવાની તપાસ પુણેથી આવેલી CFSLની ટીમ કરી રહી છે. NIAના અધિકારી સસ્પેન્ડ કરવામાં આવેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર સચિન વઝે સાથે પૂછપરછ કરી થઈ છે. આ પૂછપરછ વઝેના સાથી સજાયાફ્તા જવાન વિનાયક શિંદેની સામે બેસાડીને કરવામાં આવી રહી છે. આ પહેલાં NIA વઝેને બુકી નરેશ ગૌડ અને શિંદેની સામે બેસાડીને બે વખત પૂછપરછ કરી છે. વઝે 3 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં છે.

સંજય રાઉતે કહ્યું- વઝે અંગે મેં જ સતર્ક કર્યા હતા

શિવસેના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે સચિન વઝેને પોલીસસેવામાં ફરીથી સામેલ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી, ત્યારે મેં જ કેટલાક નેતાઓને કહ્યું હતું કે તેનો વ્યવહાર અને કામ કરવાની રીત સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ પૂછવા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વઝેનું સમર્થન કર્યું હતું, રાઉતે કહ્યું હતું કે વઝે અને તેનાં કામકાજ અંગે CMને જરૂરી જાણકારી હતી નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here