ગણેશોત્સવ : માનુષી છિલ્લરે પહેલી જ વાર ઘરમાં ગણેશજીની સ્થાપના કરી, શિલ્પા શેટ્ટીએ કહ્યું- આ વખતે માત્ર ઘરના લોકો સાથે સેલિબ્રેટ કરીશું

0
0

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’થી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ માનુષી છિલ્લર આ વર્ષે પહેલી જ વાર ઘરે ગણપતિની સ્થાપના કરી છે. તો શિલ્પા શેટ્ટી આ વર્ષે માત્ર પરિવારની સાથે જ આ પર્વ સેલિબ્રેટ કરશે.

23 વર્ષીય પૂર્વ મિસ વર્લ્ડ માનુષી મૂળ હરિયાણાની છે પરંતુ હવે તે મુંબઈમાં રહે છે. તેણે કહ્યું હતું કે માતા-પિતા ઈચ્છતા હતા કે તે વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ કરે. વધુમાં માનુષીએ કહ્યું હતું, હું હરિયાણાની છું પરંતુ મુંબઈમાં પણ મારું ઘર છે. જ્યારે હું પહેલી જ વાર શહેરમાં આવી ત્યારે ગણપતિ મહોત્સવનો અનુભવ કર્યો હતો.

ગણેશજીની સ્થાપના અંગે માનુષી રોમાંચિત
માનુષીએ આગળ કહ્યું હતું, જ્યારે મેં આ ઉત્સવ જોયો હતો ત્યારે જ મારી ગણેશપૂજાની ઈચ્છા થઈ અને મેં તે જ સમયે ગણપતિની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો. મને યાદ છે કે મેં મારા પેરેન્ટ્સને કહ્યું હતું કે હું ઘરે ગણપતિની પૂજા કરવા ઈચ્છું છું અને તેમણે તરત જ હા પાડી હતી. હું મારા ઘરે ગણપતિ પહેલી જ વાર લાવી છું અને હું બહુ જ ખુશ છું. મારા માટે આ ક્ષણ ખાસ છે અને તમામ માટે શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.

ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી
માનુષીના મતે, હું ઘરમાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિ લાવી છું. મૂર્તિનું વિસર્જન પણ ઘરમાં જ કરીશ. તહેવારો સેલિબ્રેટ કરવા ઘણાં જ મહત્ત્વના છે, કારણ કે આ લોકો તથા સંસ્કૃતિને એકબીજાની નિકટ લાવે છે.

શિલ્પા શેટ્ટીએ આ વખતે ફર્સ્ટ ફ્લોર પર સ્થાપના કરી
તો આ બાજુ શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, કોરોનાવાઈરસને કારણે આ વખતે માત્ર પરિવારના લોકો જ સાથે તહેવાર સેલિબ્રેટ કરવાનો છે. અમે દર વર્ષે બાપ્પાની સ્થાપના ગ્રાઉન્ડ ફ્લોર કરતા હતા પરંતુ આ વખતે અમે ફર્સ્ટ ફ્લોર પર બાપ્પાને બેસાડીશું, કારણ કે આ વખતે બહારના લોકો આવવાના નથી અને માત્ર પરિવારના સભ્યો જ હાજર રહેશે.

સમિશાનું અન્નપ્રાશન પણ થશે
શિલ્પાએ કહ્યું હતું, આ વખતે અમે સત્યનારાયણની પૂજા કરીશું તથા ઘરે બનાવેલું સાત્વિક ભોજન જ જમીશું. 22મીએ હું મારી દીકરી સમિષાને પહેલું અનાજ જમાડીશ. આને અન્નપ્રાશન પણ કહે છે. ભલે આ ઓછું મહત્ત્વપૂર્ણ હોય પરંતુ આ બહુ જ ખાસ છે.

ભગવાનની કૃપા બધા પર રહે
શિલ્પાએ કહ્યું હતું, મને લાગે છે કે આ મહામારીએ આપણને તમામને એ વાતનો અહેસાસ કરાવ્યો કે આવશ્યકતા તથા વિલાસિતા વચ્ચે અંતર છે. આ સ્વાસ્થ્ય સંકટને આપણે હળવાશમાં લેવું જોઈએ નહીં. આથી જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. આશા છે કે ભગવન ગણપતિ આપણા પર તેમની કૃપા વરસાવતા રહે અને તમામ ચિંતાઓ દૂર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here