માનુષી છિલ્લર યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ પૃથ્વીરાજથી બોલીવૂડમાં ડેબ્યુ કરશે

0
2

મિસ વર્લ્ડ રહી ચુકેલી માનુષી છિલ્લર ટૂંકમાં યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ પૃથ્વીરાજથી બોલીવૂડમાં પોતાનું ડેબ્યુ કરશે. એમાં તે અક્ષય કુમાર સાથે નજરે પડશે. પણ ઈન્ડસ્ટ્રીમાં પગલુ રાખતા જ માનુષીની કિસ્મત ચમકી ઉઠી હોય એવુ લાગી રહ્યું છે. તેને યશરાજની જ બીજી ફિલ્મ પણ મળી છે. ધી ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં તે વિક્કી કૌશલ સાથે રોમાન્સ કરશે.

જો કે પોતાની ડેબ્યુ ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષી એક દમદાર ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ ઐતિહાસિક પાત્ર પૃથ્વીરાજ પર આધારીત હોવાથી તેને દર્શકો તરફથી સારો આવકાર મળવાની અપેક્ષા છે. પણ એનાથી વિપરીત તેની બીજી ફિલ્મમાં તેનો કોમેડી રોલ છે. ધી ગ્રેટ ઈન્ડિયન ફેમિલી એક એવા પરિવારની વાર્તા છે જે થોડી વિચિત્ર છે. પરિવારના સભ્યોના કિસ્સા તમને પેટ પકડીને હસાવશે.

એક અહેવાલ મુજબ ફિલ્મના ટાઈટલ વિશે હજી ખૂબ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. કહેવાય છે કે આદિત્ય ચોપડાને આ શીર્ષક પસંદ નથી અને તેઓ એમાં બદલાવ કરી શકે છે. જો કે એના વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આ ફિલ્મ ૨૦૨૨ સુધીમાં રિલીઝ થાયે એવી સંભાવના છે. જો કે આ વર્ષે દિવાળી સુધીમાં પૃથ્વીરાજ થિયેટરોમાં મોટા પડદે ધૂમ મચાવશે.

બીજી તરફ ઊરી ફેમ એકટર વિક્કી કૌશલ હાલ વિજય કૃષ્ણ આચાર્યની આગામી ફિલ્મનું શૂટીંગ કરી રહ્યો છે. ગયા મહિને વિક્કીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ નિર્માતા સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી અને એમાં લખ્યું હતું કે ‘આ એક સંપૂર્ણ આનંદદાયક વિષય છે. કાશ હું આ બાબતે વધુ જાણકારી આપી શક્યો હોત, પણ અત્યાર માટે આટલું જ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here