Wednesday, September 28, 2022
Homeગુજરાતજૂનાગઢના અનેક રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

જૂનાગઢના અનેક રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

- Advertisement -

જૂનાગઢના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે જયશ્રી ફાટકથી લોઢીયા વાળી કૃષ્ણનગર વિસ્તારના રોડ પર ખાડા પડતા રોડને વહેલો રિપેર કરવા લોક માગ ઉઠી છે.

વોર્ડ નંબર 11ના રહીશ જયશ્રી રોડ ફાટક તરફ જતા હતા ત્યારે ખાડાને કારણે તેમનું બાઈક સ્લીપ થયું હતું. જેથી ચેતનભાઇ તન્નાને પગમાં ફેક્ચર થયું હતું અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત રહીશે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ ત્યાં ઘણા બધા અકસ્માતના બનાવો બન્યા છે, આ અકસ્માતનો આજે પોતે પણ ભોગ બન્યા હતા. અકસ્માતમાં તેમના પગમાં ફેક્ચર થયું છે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. મનપાને રજૂઆત કરતા જણાવ્યું કે, મનપા દ્વારા જૂનાગઢના રસ્તાઓ વહેલી તકે રીપેર કરવામાં આવે જેથી કોઈ મોટી જાનહાની ન થાય. જૂનાગઢ મનપા દ્વારા દિવાળી પહેલા શહેરના રોડ રસ્તાઓના સમારકામ માટે કરોડ રૂપિયા ફાળવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular