Monday, December 5, 2022
Homeગુજરાતમહીલાઓ અગ્રીમ સ્થાને પહોંચે તે અનેક યોજના બનાવી : સી. આર.પાટીલ

મહીલાઓ અગ્રીમ સ્થાને પહોંચે તે અનેક યોજના બનાવી : સી. આર.પાટીલ

- Advertisement -

ગુજરાત ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેસ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SC સમાજની બહેનોને આગળ લાવવાનું કામ કર્યું છે. મહીલાઓને અગ્રીમ સ્થાને પહોંચાડવાના ઉમદા ભાવ સાથે સરકાર દ્વારા અનેક યોજનાઓ બનવવામાં આવી છે.

વધુમાં સી. આર. પાટીલે જણાવ્યું હતુ કે કેબિનેટ મંત્રીમાં પ્રદીપભાઈ અને મનીષાબેનને સ્થાન અપાયું છે, એટલુ જ નહિ નિરંજન જ્યોતિ પણ 2 ટર્મ થી કેન્દ્ર સરકારમાં જવાબદારી નિભાવી રહ્યા છે. એ જ બનાવે છે કે વડાપ્રધાન મોદી સહીતના આગેવાનો મહત્વની જગ્યા પર સ્થાન આપે છે. વધુમાં નરેન્દ્ર મોદી જ્યારે CM બન્યા તે વેળાએ તેમણે SC સમાજની દીકરીના હાથે કુંભ ઘડો મુકાવ્યો હતો ઉપરાંત PM બન્યા ત્યારે પણ કુંભ ઘડો આદિજાતિની દીકરીના હાથે મુકાવ્યો હતો અને મેસેજ આપ્યો હતો કે ભાજપ આ સમાજ અને બહેનોને મહત્વ આપે છે તથા તેનું સન્માન જળવાય તક મળે સેવા માટે પ્રયાસ પણ કરે છે.

આ ઉપરાંત સી. આર.  પાટીલે જણાવ્યું હતું કે ભાજપના બધા જ આગેવાનોને સૂચના અપાઈ છે કે, SC સમાજને ત્યાં જમો એના કરતાં એમને તમારા ઘરે જમવા બોલાવો. કેમ કે ફોટા પાડવાનું મહત્વ નથી. પણ ભાવ જરૂરી છે.  પાટીલે વધુમાં ઉમેર્યું કે મહેશ કનોડિયાના વેવાઈ ગણપતભાઈ મિલમાં ભાગીદાર અને મારી સાથે જોડાયેલા હતા. જેથી મારી બેનના લગ્નના નિમંત્રકમાં ગણપત ભાનું નામ લખ્યું હતું. કારણ કે જો પૈસા કમાવવા ભાગીદાર બનાવી શકું તો મારા પ્રસંગમાં કેમ નહિ. એટલુ જ નહિ વિનોદ ચાવડાને પહેલી વખત મહામંત્રી બનાવાયા હોવાનો પણ સી. આર.  પાટીલે ઉલ્લેખ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular