અપેક્ષાથી ઓછો રહ્યો ‘મર્દાની 2’નો બિઝનેસ, તેમ છતાં તોડ્યો આ રેકોર્ડ

0
48

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ફરી એક વાર આકર્ષક શૈલીમાં સિલ્વર સ્ક્રીન પર આવી છે. તેની ફિલ્મ ‘મર્દાની 2’ શુક્રવારે રિલીઝ થઈ છે અને તે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરે તેવી અપેક્ષા છે. સાચી ઘટનાઓ પર આધારીત આ ફિલ્મમાં, રાની મુખર્જી એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવે છે જે રેપિસ્ટ – સીરીયલ કિલર પાછળ છે.

ફિલ્મની વાર્તા મર્દાનીના પહેલા ભાગ કરતાં વધુ શક્તિશાળી અને રોમાંચક કહેવામાં આવી રહી છે. જ્યાં સુધી ફિલ્મના બિઝનેસની વાત છે, નિષ્ણાંતો કહે છે કે આ ફિલ્મે પહેલા જ દિવસે 3 કરોડ 75 લાખનો બિઝનેસ કર્યો છે. જો કે, હજી સુધી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જો આ આંકડો સાચો માનવામાં આવે તો રાની મુખર્જીએ પોતાની ફિલ્મ હિંચકી (3 કરોડ 30 લાખ ) ના પહેલા દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે.

KoiMoiએ જારી કરેલા આંકડા મુજબ, જે સિનેમાહોલમાં ‘મર્દાની 2’ લાગેલી છે તેમાં 10 થી 12 ટકા ટિકિટ વેચાય છે, જે સરેરાશ કરતા ઓછી છે. ગોપી પુત્રન દિગ્દર્શિત આ ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ના એક અઠવાડિયા પહેલા જ રજૂ થઈ છે. રાની મુખર્જી સલમાન ખાનના શો બિગ બોસમાં પણ ‘મર્દાની 2’ના પ્રમોશન માટે ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here