પેરુની પોપ્યુલર મંત્રી : 35 વર્ષની પ્રધાન મારિયા બની સ્ટાર, કોરોનાની સ્થિતિ વચ્ચે સામાન્ય લોકો અને નાના વેપારીઓ માટે રિકવરી પેકેજ તૈયાર કર્યું

0
10

લીમા. દક્ષિણ અમેરિકા સ્થિત દેશ પેરુની નાણાં પ્રધાન મારિયા એન્ટોનિએટા અલ્વા એક સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. કોરોના મહામારીના સમયમાં પ્રજા સાથે સારા તાલમેલ, નાના વ્યવસાયો અને નબળા પરિવારોની મદદ માટે એક સારું રિકવરી પેકેજ તૈયાર કરવા બદલ તેમને વિશેષ પ્રશંસા મળી રહી છે.

પોતાના પ્રયત્નોથી 35 વર્ષની અલ્વા ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગઈ છે. લોકો તેમને ટોનીના નામથી બોલાવે છે. તેમની સાથે સેલ્ફી પડાવવા માટે લાઈન લગાવી રહ્યા છે. આર્ટીસ્ટ તેમનો સ્કેચ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અને મીડિયામાં તેમના ઈન્ટર્વ્યુ માટે સ્પર્ધા જામી છે.

ઓક્ટોબર 2019માં તેઓ નાણાં પ્રધાન બન્યા હતા

ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં અલ્વાને નાણાં પ્રધાન તરીકેનું પદ મળ્યું હતું. આટલા ઓછા સમયમાં જ તેઓ રાષ્ટ્રપતિ માર્ટીન જયકારાના પ્રધાનમંડળમાં મહત્વનું સ્થાન હાંસલ કરી લીધું. તેઓ નવા નેતાની પેઢીનો એક હિસ્સો છે અને તે સરકારી નીતિઓને પ્રજા સમક્ષ સમજાવવામાં વધારે સમય લે છે. કોરોના મહામારીની શરૂઆત થતા કેટલાક અર્થશાસ્ત્રીઓને લાગતી  હતું કે આ વર્ષ પેરુંના જીડીપીમાં 10 ટકા સુધીનો ઘટાડો આવશે. બેરોજગારીમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થશે અને આ સ્થિતિ દાયકામાં સૌથી ખરાબ હોઈ શકે છે. પેરુના જીડીપીમાં વર્ષ 2019માં દાયકામાં સૌથી ઓછા 2.2 ટકાની વૃદ્ધિ થઈ હતી.

જાહેર ક્ષેત્રમાં રોકાણને ઉત્તેજન આપવામાં આવ્યું

અલ્વા સૌથી પહેલા સરકારી નિર્માણ કાર્યોમાં આવેલી મંદીને ઓછી કરવા ઈચ્છતી હતી. આ માટે તેણે ક્ષેત્રિય અને સ્થાનિય સત્તાવાળાઓને ખર્ચ વધારવા માટે મદદ કરી, જેને લીધે પબ્લિક ઈન્વેસ્ટમેન્ટમાં વિક્રમી વધારો થયો. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ મેળવ્યો. પેરુ અને વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ સાથે વિચાર કર્યા બાદ તેમને કેબિનેટના તેમના સહયોગી સાથે વાતચીત કરી. તેમણે સામાન્ય સહમતિથી ગરીબ વર્ગને સીધી જ રોકડ આપી, પે-રોલ સબસિડી અને સરકાર તરફથી બિઝનેસ લોન આપવા જેવા નિર્ણય કરવામાં આવ્યા. આ પૈકી કોઈ નિર્ણય પેરુમાં અગાઉ ક્યારેય લેવામાં આવ્યો ન હતો.

બે સપ્તાહ અગાઉ પેરુએ ત્રણ અબજ ડોલરના બોન્ડ ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ કર્યું હતું. ભૂતપુર્વ પ્રધાન કાર્લોસ ઓલિવાએ કહ્યું કે તે સંવાદ સ્થાપવામાં ખૂબ જ સારું પ્રભૂત્વ ધરાવે છે અને વર્મતાન સમયમાં તે ખૂબ જ જરૂરી છે.

ભારતમાં પણ બે મહિના સમય વિતાવ્યો છે

અલ્વાએ વર્ષ 2014માં હાર્વડ યુનિવર્સિટીથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. અભ્યાસ બાદ અલ્વાએ ભારતમાં છોકરીઓના શિક્ષણની શક્યતા અંગે એક અભ્યાસ કર્યો હતો. આ સમય દરમિયાન તેણે બે મહિના ભારતમાં વિતાવ્યા હતા. ત્યારબાદ તે પેરુમાં શિક્ષણ વિભાગમાં કામ કરવા જતી રહી હતી. કેટલાક દિવસ તે પ્લાનિંગ કમિશનની હેડ બની ગઈ હતી.

બાળપણમાં ગરીબી જોઈ

અલ્વાના પિતા જ્યોર્જ સિવિલ એન્જિનિયર હતા. અલ્વાએ અનેક વખત કહ્યું કે તે જ્યારે તેના પિતા સાથે બાળપણમાં જતી હતી ત્યારે ગરીબી જોઈ છે. ત્યારથી તેણે નક્કી કરી લીધુ કે તે ગરીબી દૂર કરશે. અલ્વાને જ્યારે પ્રધાન બનાવવામાં આવી ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો કરવામાં આવતા હતા. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધુ કે કોઈની મહેરબાનીથી તેણે આ પદ મેળવ્યું છે. તેને આ ક્ષેત્રનો કોઈ જ અનુભવ નથી. લેટિન અમેરિકામાં જેટલા દેશ છે તેમા અલ્વા જ એકલી મહિલા નાણાં પ્રધાન છે. આર્જેન્ટીનાની નાણાં પ્રધાન માર્ટીન ગજમેન (37), ડોમિનિકલ રિપબ્લિકમાં જુઆન એરિલ જીમેન્જ (35) અને ઈક્વાડોરમાં રિચર્ડ માર્ટિનેઝ (39) છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here