Friday, December 3, 2021
Homeભારત બંધના સમર્થનમાં હળવદ કોંગ્રેસ દ્વારા બજારમાં રેલી.
Array

ભારત બંધના સમર્થનમાં હળવદ કોંગ્રેસ દ્વારા બજારમાં રેલી.

સમગ્ર ભારતમાં કૃષિ કાયદા રદ કરવા મામલે  દેશભરમાં મંગળવારે ભારત બંધનું એલાન હોવાના કારણે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તાર ટીકર ગામ અને  હળવદમાં પણ ભારત બંધને સમર્થન મળ્યું હતું પરંતુ અમુક વિસ્તારની દુકાનો શક્તિ ટોકીઝ પાછળ, સરા રોડ, મેન બજાર કાપડની દુકાન તો અમુક પાનની દુકાનો અને ચાની કીટલીઓના નાના ધંધાર્થીઓ દુકાન, ધંધા ચાલુ રાખ્યા હતા.
હળવદ શહેરમાં મોટા ભાગની દુકાનોએ ધંધા બંધ પાળી ને ભારત બંધને સમર્થન આપ્યું હતું. જોકે  મોરબી એસપીના 144 ની કલમનું પાલન થયુ ન હતુ. વેપારીઓ અને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. હળવદ શહેરમાં આમ 144ની કલમનો અમલ થયો ન હોવાનું અમુક ચાલુ રહેલી દુકાનો પર સ્પષ્ટ થાય તેમ છે.
હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હળવદ શહેરની બજારોમાં  રેલી કાઢીને વેપારીઓને  ભારતબંધનુ સમૅથન આપવા અપીલ કરી હતી.  આ રેલીમાં હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ  જટુભા ઝાલા, ડો. કે.એમ. રાણા  સહિતના કોંગ્રેસના હોદ્દોદારો અને કાયૅકરો જોડાયા હતા. તો સાથે જ કોઈ અનિચ્છનિય બનાવના બને તે માટે હળવદ પોલીસના પી. આઈ. પ્રકાશભાઇ દેકાવાડીયા અને પોલીસ સ્ટાફના કર્મચારીઓએ પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments