Thursday, August 5, 2021
No menu items!
Homeલોકાડઉન 4.0ની જાહેરાત બાદ માર્કેટમાં મંદ વલણ, સેન્સેક્સ-નિફ્ટીનું લાલ નિશાનમાં કારોબાર
Array

લોકાડઉન 4.0ની જાહેરાત બાદ માર્કેટમાં મંદ વલણ, સેન્સેક્સ-નિફ્ટીનું લાલ નિશાનમાં કારોબાર

સપ્તાહના પહેલા દિવસે ઘરેલું શેર બજારમાં મંદ વલણ જોવા મળ્યું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારના બંધ 31,097ની સામે સોમવારે 31,248 પર ખુલી હાલ 245 અંક અથવા 0.77 ટકા ગગડીને કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ અગાઉના બંધ 9,136 સામે આજે 9,158 પર ખુલી હાલ 75 પોઈન્ટ અથવા 0.82 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ આજે લખાય ત્યાં સુધી 475 અંક પટકાઈને 18,358 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 0.87 ટકા અને 0.56 ટકા ગગડીને ટ્રેડ કરી રહ્યા છે. આજે મોટાભાગે સેક્ટર્સમાં પણ મંદ વલણ જોવા મળી રહ્યું છે. બીએસઈ પર ટેક, ઓઇલ એન્ડ પાવરને છોડી અન્ય સેક્ટર્સ ઘટીને કારોબાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન 4.0ની જાહેરાત કરી અને લોકડાઉન વધારીને 31 મે સુધી કર્યું છે. જ્યારે લોકડાઉન 4.0ને લઈ નવા દિશાનિર્દેશ નિર્ધારિત કરવાની જવાબદાર રાજ્ય સરકારોને સોંપી છે. અગાઉના સપ્તાહ દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ 20 લાખ કરોડ રૂપિયાના મસમોટા આર્થિક પેકેજ હેઠળ તબક્કાવાર જાહેરાતો કરી હતી. જેના આધારે રોકાણકારોએ વલણ અપનાવ્યું હતું. ત્યારે આ સપ્તાહે પણ રોકાણકારોની નજર કેન્દ્ર અને રાજ્ય સરકારોની લોકડાઉન 4ને લઈ જાહેરાતો પર રહેશે. જે આધારે શેર માર્કેટની ચાલ નક્કિ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments