અનલોક – 1 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બજારો ફરી ધમધમતા થયા

0
0
રાજકોટમા લારી-દુકાનો ખુલતાં લોકો બજારમાં ઊમટી પડ્યાં
રાજકોટ સિટી-BRTS બસ સેવા શરૂ,
સિટી બસમાં 60 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવી રહ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આજથી અનલોક-1 નિયમો સાથે ધબકતું થયું છે. રાજકોટમાં આજથી સિટી બસ સેવા શરૂ થઈ છે. સૌરાષ્ટ્રભરમાં બજારો અને દુકાનો ખુલી જતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે મોલ, હોટેલ-રેસ્ટોરન્ટ, ભોજનાલય અને ધાર્મિકસ્થળો 8મેથી ખુલી શકશે ત્યારે દુકાનો ખુલતા જ લોકોનું જીવન ફરી ધબકતું થયું હોય તેવા દ્રશ્યો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે.રાજકોટમાં વહેલી સવારથી જ ગાંઠિયા, જલેબી, ફાફડાની લારીઓ અને દુકાનો ખુલતા લોકો ખરીદવા પહોંચી ગયા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટવાસીઓ નોકરી કે ધંધા પર જવા માટે આજથી સિટી બસ સેવાનો લાભ લઇ શકે છે. જો કે માસ્ક પહેર્યા વગર સિટી બસમાં બેસી શકાશે નહીં. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે. આ સિટી બસ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે. સિટી બસમાંથી મુસાફરને ઉતાર્યા બાદ સીટને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. સિટી બસ પ્રતિબંધિત વિસ્તોરમાં અવર-જવર કરી શકશે નહીં. સિટી બસ 60 ટકા સીટિંગ કેપેસિટી સાથે દોડી રહી છે. આ સાથે જ બસમાં ઉભા નહીં રહેવાની શરત સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે આ સાથે જ રાજકોટનાં 150 ફિટ રિંગ રોડના BRTS રૂટ પર પણ બસો દોડી રહી છે.
રિપોર્ટર : હાર્દિક મોરાણિયા, CN24NEWS, રાજકોટ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here