અમદાવાદ : પરણીત મહિલાએ સાસુના ત્રાસથી કંટાળી નર્મદા કેનાલમાં આપઘાત કર્યો

0
0

ગાંધીનગર જિલ્લામા આવેલ નર્મદા કેનાલમા રોજ બરોજના આપઘાત કરવાના બનાવો દીન પ્રતિદીન વધી જવા પામ્યા છે. ત્યારે હજી કઠવાડાના યુવકની કેનાલમા પડીને આપઘાત કરવાની શાહી સુકાઈ નથી ત્યાં ફરી આજે બપોરના સમયે બહીયલના કાલુભાઈ તરવૈયાની ટીમે બાપુનગરની એક મહિલાની લાશ બહાર કાઢી છે.

 

આ અંગે વિગતવાર મળતી માહિતી એવી છે કે અમદાવાદ ના બાપુનગર ના વિસ્તારમા આવેલી અરવીંદ વિહાર સોસાયટી મા રહેતા નીકીતાબેન પાર્થભાઈ મોદીને પરીવારમા એક માસુમ નાનો પુત્ર છે. લગ્ન કર્યા પછી સાસુ તરફથી અવાર નવાર શારીરીક માનસીક ત્રાસ આ મહિલાને આપવામા આવતો હતો. તેથી આ નીકીતા સાસુના ત્રાસથી ત્રાહીમામ પોકારી જવા પામી હતી અને ૨૦ દીવસ પહેલા રીસાઈને પોતાના પીયર જતી રહી હતી પરંતુ માતા પિતાએ દીકરી સાસરીમા જ શોભે તેમ કહીને તેને સમજાવીને તેની સાસરી મુકી ગયા હતા.

B612

પરંતુ સાસુનો ત્રાસ વધી જતા પુત્રવધુને સહન નહી થતા ગઈ કાલે બપોરના બે વાગે પોતાના પીયરમા ફોન કરીને જણાવ્યુ હતુ કે હુ હવે મારી સાસુના ત્રાસથી બહુ જ કંટાડી ગઈ છુ એટલે આ મારો છેલ્લો ફોન કરીને આ દુનીયામાથી વિદાય લઈ રહી છુ. એટલુ કહીને નીકીતા ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો ત્યારે તેના પિતાએ નીકીતાને ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યાર બાદ નીકીતા સીધી જ નર્મદા કેનાલમા આવીને કેનાલ ઉપર ચંપલ અને ફોન મુકીને ગઈકાલે સાંજના પાંચ વાગે આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે બપોરના સમયે તેની લાશને બહીયલના કાલુભાઈ તરવૈયા ટીમે બહાર કાઢી હતી. અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી રહી છે.

  • અમારા પ્રતિનિધિએ નીકીતાના પીયરપક્ષને ફોન કરીને વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી
  • નીકીતાને સાસુ તરફથી શારીરીક માનસીક ત્રાસ આપવામા આવતો હતો તેથી રીસાઈને પીયર પણ ચાલી ગઈ હતી પરંતુ દીકરી સાસરી શોભે તેમ કહીને માતા પિતા તેને સાસરી મુકી ગયા હતા
  • ગઈ કાલે બપોરના બે વાગે બાપુનગરથી નીકળીને પોતાના પીયરમા ફોન કરીને જણાવ્યુ હતુ કે હુ તમેને છેલ્લો ફોન કરી રહી છુ તેમ કહી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો
  • નીકીતાએ નર્મદા પોતાના ચંપલ અને મોબાઈલ ફોન મુક્યો હતો
  • ગઈ કાલે પાંચ વાગે નીકીતાએ નર્મદા કેનાલમા મોતની છલાંગ લગાવી
  • આજે બપોરે નીકીતાની લાશને બહીયલના તરવૈયા ટીમે બહાર કાઢી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here