Marutiની સૌથી સસ્તી કાર Altoનું થશે મેકઓવર, આટલી કિંમતમાં મળશે અઢળક ફિચર્સ

0
47

દેશની સૌથી લોકપ્રિય નાની કાર Altoનું હવે ટોટલ મેકઓવર થવાનું છે. Maruti Suzuki આ મિનિ વેહિકલને નવા Bs6 એન્જિન સાથે મોર્ડનાઇઝ કરવાની છે. આ ઉપરાંત તેમાં સેફ્ટી ફિચર્સ વધારવામાં આવશે તથા એક્સિટિરિયર અને ઇન્ટિરિયરમાં પણ આકર્ષક ફેરફાર કરવામાં આવશે. ટૂંકમાં તમને થોડા સમયમાં જ Alto નવા અવતારમાં જોવા મળશે.

Marutiએ 2000ના વર્ષમાં Alto લોન્ચ કરી હતી, ત્યારથી સળંગ 14 વર્ષ Alto દેશની બેસ્ટ સેલિંગ કાર રહી છે. પરંતુ ગત વર્ષે Alto પાસેથી આ ખિતાબ Marutiની  Suzuki Dzire છીનવી લીધો હતો. Altoએ Maruti 800 મોડેલને રિપ્લેસ કરી હતી અને અત્યાર સુધી તેના 35 લાખથી વધારે મોડલ વેચાઇ ચૂક્યા છે.

Marutiના MD કેનનિચી અયુકાવાએ જણાવ્યું કે અત્યારની Alto હવે જૂની થઈ ગઇ છે અને તેને અપગ્રેડ કરવાની જરૂર છે. Altoમાં બે  પેટ્રોલ એન્જિન ઓપ્શન્સ આવે છે- ઓરિજિનલ 800 cc અને વધુ પાવરફૂલ 1000 cc (K10) જે થોડા વર્ષો પહેલા લોન્ચ કરાઇ હતી.

કંપની આ અધિકારીએ જણાવ્યુ કે, Altoની ડિઝાઇનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. હેચબેક સેક્ટરમાં હવે SUV જેવી દેખાતી Renault Kwid પછી પ્રતિસ્પર્ધા વધી ગઇ છે. સેફ્ટીની દ્રષ્ટિએ નવું મોડલ સેફ હશે અને લેટેસ્ટ ક્રેશ ટેસ્ટના ધોરણો પર ખરુ ઉતરશે તેવું લાગી રહ્યુ છે.

લોન્ચ વખતે તેની કિંમત લોન્ચ વખતે જ જાહેર કરવામાં આવશે પરંતુ કંપની અત્યાર તેની જે કિંમત છે. તેટલી જ જાળવવાનો પ્રયત્ન કરશે. Altoએ ગત વર્ષે 2.56 લાખ યુનિટ વેચ્યા હતા અને 2017માં તેના 2.57 લાખ યુનિટ વેચાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here