દહેગામ ઉંટકેશ્વર જવાના મુખ્ય માર્ગ ઉપર મારૂતી અને બાઈક ચાલક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

0
58

દહેગામ ઉંટકેશ્વર જવાના મુખ્ય માર્ગ પાલુંદ્રા મેશ્વો નદીના પુલ ઉપર મારૂતી ચાલકની બેદરકારીથી પાલુંદ્રાના બાઈક ચાલકને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘવાતા ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામા આવ્યો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામથી ઉંટકેશ્વર માર્ગ ઉપર અવારનવાર અકસ્માતોનુ પ્રમાણ વધી જવા પામ્યુ છે. તેવો તાજેતરનો કીસ્સો આજે પાલુંદ્રા પાસે આવેલ મેશ્વો નદીના પુલ ઉપર બનવા પામ્યો છે. અને આ મેશ્વો નદીના પુલ ઉપર એક મારૂતી ચાલકે પાલુંદ્રા ગામના રહેવાશી સુરેશભાઈ મોતીભાઈ વણઝારાને જોરદાર ટક્કર મારતા બાઈકના આગળના ભાગના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા છે. અને મારૂતીનો આગળનો ભાગ પણ તુટી જવા પામ્યો છે. અને મારૂતીનુ પાર્સીંગ પણ થવા પામ્યુ નથી. ત્યારે આ બનાવ બનતા મારૂતી ચાલક ગાડી મુકીને ભાગી જવા પામ્યો છે. અને બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે દહેગામ સામુહીક આરોગ્ય કેંદ્ર ખાતે લાવવામા આવ્યો હતો. પરંતુ સ્થાનિક ડોક્ટરોએ ગંભીર ઈજાઓ અને સીરીયસ કેસ હોવાથી ગાંધીનગર સિવિલ ખાતે મોકલી આપ્યો છે. આ બનાવ આજે બપોરના ૨:૩૦ વાગે બનતા સ્થાનિક લોકોએ દહેગામ પોલીસને જાણ કરવા છતા ત્રણ કલાકનો સમય થયો હોવા છતા પોલીસ ઘટના સ્થળે ડોકીયુ કરવા પણ આવી નથી. તેથી સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી સામે ભારે આક્રોષ વ્યક્ત કર્યો છે. અને પાલુંદ્રા પુલ ઉપર બાઈક ચાલક પાલુંદ્રાનો હોવાથી મોટી સંખ્યામા ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

 

  • આ અકસ્માતમા બાઈકના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા છે અને મારૂતીનો આગળનો ભાગ તુટી જવા પામ્યો છે
  • હજી આ મારૂતી ગાડીનુ પાર્સીંગ પણ થવા પામ્યુ નથી
  • મારૂતી ચાલકની બેદરકારીથી બાઈક ચાલકને ટક્કર મારી ચાલક ફરાર થઈ ગયો
  • બાઈક ચાલક દહેગામ તાલુકાના પાલુંદ્રા ગામનો વતની હોવાથી પાલુંદ્રાના પુલ ઉપર મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here