મારૂતિએ Dzire ફેસલિફ્ટ કરી લોન્ચ, કિંમત અને એવરેજ જાણી લાગશે નવાઇ

0
30

મારૂતિ સુઝુકીએ શુક્રવારના રોજ ભારતમાં નવી ડિઝાયર ફેસલિફ્ટ લોન્ચ કરી છે. 2020 મારૂતિ ડિઝાયર ફેસલિફ્ટ 7 વર્ઝનમાં આવી છે. નવી ડિઝાયરના બેઝ વર્ઝન LXi મેન્યુઅલની કિંમત 5.89 લાખ રૂપિયા છે. તો ટોપ વર્ઝન ZXi ઓટોમેટિકની કિંમત 8.80 લાખ રૂપિયા છે. દિલ્હીમાં આ તમામના એક્સ-શોરૂમના ભાવ છે. નવી ડિઝાયર 4 મેન્યુઅલ વર્ઝન (LXi, VXi, ZXi और ZXi+)અને ત્રણ AMT (AGS) મોડલમાં આવ્યા છે. મારૂતિની કોમ્પેકટ સેડાન ડિઝાયર બે નવા કલર સ્કીમ ફીનિક્સ રેડ અને પ્રીમિયમ સિલ્વરમાં આવી છે.

24 કિલોમીટર/લીટરથી વધુ એવરેજ

2020 મારૂતિ સુઝુકી ડિઝાયર ફેસલિફ્ટમાં સેગમેન્ટમાં પહેલી વખત આવેલી સ્ટાર્ટ-સ્ટોપ ટેકનોલોજીની સાથે નવું BS6 કંપ્લાયંટ 1.2 લીટર ડ્યુલજેટ K12C પેટ્રોલ એન્જિન આપ્યું છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને ATM સેમી-ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન્સની સાથે ઉપલબ્ધ થશે. મારૂતિનું કહેવું છે કે અપડેટેડ મોટરમાં હાયર કમ્પ્રેશન રેશિયો, પિસ્ટન કુલિંગ જેટ અને કુલ્ડ EGR સિસ્ટમ અપાઇ છે, જો કે ઇફીશિઅન્સીને શ્રેષ્ઠ કરે છે. પેટ્રોલ એન્જિન 6000rpm પર 90bhpનો પાવર જનરેટ કરે છે. એટલે કે આ જૂના વર્ઝનથી 7bhp વધુ પાવરફુલ છે. કંપનીનો દાવો છે કે મેન્યુઅલ વર્ઝન 23.26 કિલોમીટર પ્રતિ લીટર અને ઓટોમેટિક ગિયર શિફ્ટ (AGS) વર્ઝન 24.12 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે.

ફેસલિફ્ટ ડિઝાયરમાં બિલકુલ નવું ફ્રન્ટ

નવી મારૂતિ ડિઝાયરના ફ્રન્ટને સંપૂર્ણપણે રિવાઇઝ્ડ કરી દીધી છે. નવી ગ્રિલ અને એર ડેમ હવે કનેક્ટેડ છે અને આ એક યુનિટની જેમ દેખાય છે. રિવાઇઝ્ડ ફૉગ લેમ્પર એસેમ્બલી અને નવા બમ્પર તેને નવો લુક આપે છે. નવા વુડ ફિનિશ ઇન્ટિરિયર તેને પ્રીમિયમ ફીલ આપે છે. મારૂતિ ડિઝાયરનું ફેસલિફ્ટ મોડલ સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે અપડેટેડ સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇંફોટેનમેન્ટ સિસ્ટમની સાથે આવે છે. આ સિવાય કલર TFT MID ડિસ્પ્લે, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર પણ આપ્યા છે.

નવી ડિઝાયરના AGS વર્ઝનમાં હિલ હોલ્ડ અસિસ્ટ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ સ્ટાન્ડર્ડ તરીકે અપાયા છે. ડિઝાયરમાં શ્રેષ્ઠ સ્ટોપિંગ પાવર માટે ફ્રન્ટ અને રિયરમાં નવી મોટી બ્રેક્સ આપી છે. સ્ટાન્ડર્ડ તરીકે ડ્યુઅલ એરબેગ્સ આપી છે. કારના હાયર વર્ઝનમાં રિવર્સિંગ કેમેરા આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here