દહેગામ : નર્મદા કેનાલ પાસે મારૂતી અને ૧૦૮એમ્બ્યુલન્સ ટકરાતા એમ્બ્યુલન્સ કેનાલમા ખાબકતા બચી ગઈ

0
6

બહીયલથી દહેગામ જવાના મુખ્ય માર્ગ ઉપર બહીયલ પાસે આવેલ નર્મદા કેનાલના પુલ ઉપર મારૂતી ગાડી અને ૧૦૮ ના અકસ્માતમા ૧૦૮ નર્મદા કેનાલમા પડતા પડતા બચી ગઈ અને અંદર બેઠેલા  મુસાફરો ચમત્કારી બચાવ.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામથી બહીયલ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે ૧૦ વાગે ૧૦૮ અને મારૂતી ગાડી વચ્ચે નર્મદા કેનાલના પુલ ઉપર સામ સામે બંને વાહનો ટકરાતા અંદર બેઠેલા વ્યક્તિઓનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે અને સંજોગો વસાહત ૧૦૮ વાન નર્મદા કેનાલમા ખાબકતા ખાબકતા બચી જવા પામી છે અને ૧૦૮ ગાડીની જો વધુ અકસ્મત થયો હોય તો નર્મદા કેનાલમા ખાબકી જાત તેવી ઘટના બનવા પામી હતી અને મારૂતી ગાડી અને ૧૦૮ ગાડીના આગળના ભાગના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા છે.

આ બનાવ સ્થળે આવતા જતા વાહન ચાલકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. સંજોગોવસાહત જો  ભારે ટક્કર વાગી હોત તો બંને ગાડીઓ નર્મદા કેનાલમા જાત ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલક અને અન્ય વ્યક્તિઓનો ચમત્કારી બચાવ થતા અહીયાથી પસાર થતા લોકોએ જોતા  રાહતનો શ્વાસ લીધો હતો. આમ આ બનાવ સવારે ૧૦ વાગે બનતા આ નર્મદા કેનાલના પુલ ઉપર મોટી સંખ્યામા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

B612
  • બહીયલથી દહેગામ જતા નર્મદા કેનાલ પાસે મારૂતી ગાડી અને ૧૦૮ ટકરાતા ૧૦૮ કેનાલમા ખાબકતા બચી ગઈ
  • આ બનાવ બનતા નર્મદા કેનાલના પુલ ઉપર મોટી સંખ્યામા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા
  • આ અકસ્માતમા કોઈ ભારે જાનહાની થવા પામી નથી

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ- હરસોલી / દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here