પેટ્રોલ એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ મારુતિ S-Crossનું નવું વર્ઝન લોન્ચ થયું, કિંમત 8.39 લાખ રૂપિયા

0
0

દિલ્હી. દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ ઇન્ડિયન માર્કેટમાં તેની ફેમસ ક્રોસઓવર SUV મારુતિ S-Cross લોન્ચ કરી દીધી છે. આશરે 5 વર્ષ પછી કંપનીએ આ SUV ફક્ત પેટ્રોલ એન્જિન સાથે નવા અવતારમાં માર્કેટમાં ઉતારી છે. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ SUVની પ્રારંભિક કિંમત 8.39 લાખ રૂપિયા છે.

એન્જિન ડિટેલ્સ
કોરોના મહામારી અને લોકડાઉન બાદ કંપનીની S-Cross ગાડી પહેલું મોટું લોન્ચિંગ છે. આ SUVને કંપનીએ આ વર્ષના ઓટો એક્સપોમાં પહેલીવાર શોકેસ કરી હતી. કંપનીએ આ કારમાં 1.5 લિટરની કેપેસિટીનું K-Series પેટ્રોલ એન્જિન નાખ્યું છે, જે 103bhp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં માઇલ્ડ હાઇબ્રિડ ડ્યુઅલ બેટરી સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે કારની સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી પર કામ કરે છે.

કારમાં હોલ્ડ આસિસ્ટ ફીચર
આ SUVને કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે માર્કેટમાં લોન્ચ કરી છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટમાં કંપનીએ હોલ્ડ આસિસ્ટ ફીચર પણ આપ્યું છે. આ ઉપરાંત, તેમાં ક્રૂઝ કન્ટ્રોલ, રેન સેન્સિંગ વાઇપર, ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ, રિવર્સ પાર્કિંગ કેમેરા, 7 ઇંચનો સ્માર્ટ પ્લે સ્ટુડિયો અને ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપી છે, જેને રાઇડર એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે કનેક્ટ કરી શકે છે.

ફીચર્સ
નવી મારુતિ S-Crossમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, ISOFIX ચાઇલ્ડ સેફ્ટી વગેરે ફીચર્સ આપવામાં આવ્યાં છે. કંપનીનો દાવો છે કે, આ SUV લિટર દીઠ 18.55 કિમીની એવરેજ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here