Tuesday, December 7, 2021
HomeMaruti Suzukiના આ હેચબેક મૉડલમાં થયો બદલાવ, કિંમત માત્ર આટલી
Array

Maruti Suzukiના આ હેચબેક મૉડલમાં થયો બદલાવ, કિંમત માત્ર આટલી

Maruti Suzukiની હેચબેક Ignis ને નવા અવતારમાં લોન્ચ કરી દેવામાં આવી છે. 2019 Maruti Suzuki Ignisની શરૂઆતી એક્સ શોરૂમમી કિંમત 4.79 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Ignisની સ્ટાઇલિંગમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી, તેમાં નવા સેફ્ટી ફિચર્સ જોડવામાં આવ્યા છે. આ સિવાય નવી Ignisમાં હવે રૂફ રેલ્સ પણ આપવામાં આવ્યા છે.

નવી Ignisમાં રિવર્સ પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને પેસેન્જર સાઇડ સીટબેલ્ટ રિમાઇન્ડર સ્ટાન્ડર્ડ એટલે કે તમામ વેરિયન્ટ આપવામાં આવશે. રૂફ રૂલ્સ Ignisના Zeta અને Alpha વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, નવી Ignisમાં જૂની મૉડલ નવા સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે એટલે કે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી ફેસલિફ્ટ બલેનો અને નવી વેગન આરની જેમ સ્માર્ટપ્લે સ્ટૂડિયો  આપવામાં આવ્યો છે.

મિકેનકલી નવી Ignisમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમા 1.2 લિટર K12 પેટ્રોલ એન્જિન છે. 1197cc, 4 સિલિન્ડરવાળુ એન્જિન 6000rmp અને 83 bhpનો પાવર અને 4200rmp પર 113 nm પીક ટોર્ક જનરેટ કરે છે. આમા 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશનનો ઑપ્શન ઉપલબ્ધ છે.

કિંમતની જો વાત કરવામાં આવે તો જૂના મોડલની સરખામણીએ Ignis કિંમતમાં વધારો કરાયો છે. બેસ વેરિયન્ટ સિગ્માની કિંમત આશરે 13000 રૂપિયા અને ટૉપ વેરિયન્ટની આલ્ફાની કિંમત આશરે 9000 રૂપિયા વધારવામાં આવી છે.

નવી Ignis સિગ્માની કિંમત જૂના મોડલ કરતા 13000 વધુ છે. નવા મોડલની કિંમત 4.79 લાખ છે. જ્યારે જૂનુ મોડલ 4.66 લાખનું હતુ. Ignis ડેલ્ટાના નવા મોડલની કિંમત 5.40 લાખ છે અને તે પણ જૂના મોડલ કરતા 13000 રૂપિયા વધુ છે. આજ રીતે Ignis ઝેટા (5.82 લાખ) પણ આટલો જ વધારો કરાયો છે. Ignis અલ્ફા (6.67 લાખ) ના નવા મોડલની કિંમત જૂના મોડલની સરખામણીમાં 16000 રૂપિયા વધારે છે. આ જ રીતે કાર્સમાં ઓટોમેટિક વર્ઝનમાં પણ 5000-9000 રૂપિયાનો વધારો કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments