Tuesday, December 7, 2021
HomeMaruti Suzukiની ગાડીઓ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, ખરીદવાની શાનદાર તક
Array

Maruti Suzukiની ગાડીઓ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, ખરીદવાની શાનદાર તક

દેશની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકી પોતાની ગાડીઓ પર આ સમયે સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે કોઇ નવી કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ સારો સાબિત થઇ શકે છે.

મારૂતિ સુઝુકી ઓલ્ટો
એન્જીન અને પાવરની વાત કરીએ તો આ કારમાં 796 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે જે 47 બીએચપીના પાવર અને 69 ન્યૂટન મીટર નો ટાર્ક જનરેટ કરે છે. માઇલેજની વાત કરવામાં આવે તો આ કાર પ્રતિ લિટરમાં 24.7 કિમીની માઇલેજ આપી શકે છે. આ કાર 800 પર 43 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

મારૂતિ સુઝુકી સેલોરિયો
એન્જીન અને પાવરની વાત કરીએ તો મારૂતિ સુઝુકી સેલોરિયોમાં 998 સીસીનું k10બી 3 સિલેન્ડર એન્જીન આપવામાં આવ્યું છે જે 67.04 બીચપીના પાવર અને 90 ન્યૂટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે. આ કાર પર 53 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મારૂતિ સુઝુકી સ્વિફ્ટ
એન્જીન અને પાવરની વાત કરીએ તો મારૂતિ સુઝુકી સ્વિફ્ટમાં 1.2 લીટરની સીરિઝ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જે 84 બીએચપીના પાવર અને 115 ન્યૂટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વેરિએન્ટ પ્રતિ લિટરમાં 22 કિમીની માઇલેજ આપે છે. આ કાર પર 45 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મારૂતિ સુઝુકી ડિઝાયર
એન્જીન અને પાવરની વાત કરવામાં આવે તો ડિઝાયરમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જે 82 બીચપીના પાવર અને 113 એનએમનો ટાર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વેરિએન્ટ પ્રતિ લીટરમાં 22 કિમીની માઇલેજ આપે છે. ડિઝલ વેરિએન્ટની વાત કરવામાં આવે તો એમાં 1.3 લીટરનું એન્જીન આપવામાં આવ્યું છે. મારૂતિ સુઝુકી ડિઝાયર પર 60 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments