મારુતિ સુઝુકી અર્ટિગા ગત મહિને યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાઈ, 16 લોકોએ ₹83.50 લાખની કિંમતની ટોયોટા વેલફાયર ખરીદી

0
50

ભારતમાં મલ્ટિ યુટિલિટી વ્હીકલ્સનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાતનું અનુમાન એટલે લગાવી શકાય કારણ કે, લોકડાઉન પછીના સમયગાળામાં યુટિલિટી વ્હીકલ્સના વેચાણની સંખ્યા સતત વધી રહી છે. ગયા મહિને પણ આ સેગમેન્ટમાં બહુ સારો ગ્રોથ જોવા મળ્યો હતો. ગયા વર્ષે, ઓગસ્ટ 2019માં મારુતિ સુઝુકી અર્ટિગાએ 8391 યૂનિટ વેચ્યાં, જ્યારે ઓગસ્ટ 2020માં કુલ 9302 યૂનિટ્સ 11%ના પોઝિટિવ ગ્રોથ સાથે વેચાયાં હતાં.

મોડેલ પ્રમાણે વેચાણના આંકડા

પેસેન્જર ઓગસ્ટ 2020 ઓગસ્ટ 2019
1. મારુ સુઝુકી અર્ટિગા (11%) 9,302 8,391
2. મહિન્દ્રા બોલેરો (37%) 5,487 3,993
3. રેનો ટ્રાઇબર (57%) 3,906 2,490
4. ટોયોટા ઇનોવા ક્રિસ્ટા (-39%) 2,943 4,796
5. મારુતિ સુઝુકી XL6 (-22%) 1,846 2,356
6. મહિન્દ્રા મરાત્ઝો (-9%) 635 697
7. કિઆ કાર્નિવલ 198
8. ડેટ્સન ગો (-62%) 65 169
9. ટોયોટા વેલફાયર 16
  • મારુતિ સુઝુકી માટે અનુક્રમે અરેના અને નેક્સા ડીલરશિપમાંથી અર્ટિગા અને XL6નું જોઇન્ટ વેચાણ 3%ના વધારા સાથે 11,148 યૂનિટ્સ હતું. ખાસ કરીને MUV સેગમેન્ટમાં રેનો ટ્રાઇબર અને એર્ટિગાના સૌજન્યથી ઓગસ્ટ 2020માં વેચાયેલાં 24,398 યૂનિટ્સ સાથે 3%નો વધારો થયો.
  • પેસેન્જર વ્હીકલ ટેબલમાં બીજા સ્થાને મારૂતિ સુઝુકી અર્ટિગા પછી મહિન્દ્રા બોલેરો છે. ગ્રામીણ વેચાણમાં સુધારાના કારણે તાજેતરના મહિનાઓમાં બોલેરો વોલ્યુમમાં વધારો થયો છે અને ઓગસ્ટ 2020માં 37% પોઝિટિવ વોલ્યૂમ ગ્રોથ રહ્યો. કુલ 5,487 યૂનિટ વેચાયાં, જ્યારે ઓગસ્ટ 2019માં કુલ 3,993 યૂનિટ વેચાયાં હતાં.
  • ટ્રાઇબર મોડ્યુલર વાહનનું ઓગસ્ટ 2020માં 3,906 યૂનિટ્સનું વેચાણ નોંધાયું હતું, જેમાં 57% વેચાણની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે 12 મહિના અગાઉના સમાન સમયગાળા દરમિયાન ટ્રાઇબરના 2,490 યૂનિટ્સ વેચાયાં હતાં. ઓગસ્ટ 2020માં ટોયોટાની સૌથી વધુ વેચાયેલી કાર ઇનોવા ક્રિસ્ટા હતી, પરંતુ આ મહિને તેનાં 3 હજાર યૂનિટ્સ પણ ન વેચાઈ શક્યાં.
  • 2,943 યૂનિટ્સનાં વેચાણ સાથે ઇનોવા ક્રિસ્ટાએ ગયા વર્ષના સમાન ગાળામાં 39% ઘટાડો નોંધાવ્યો હતો. ક્રિસ્ટાએ ઓગસ્ટ 2019માં કુલ 4,796 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટ 2019માં વેચાયેલા XL6ના 2,356 યૂનિટની તુલનામાં મારુતિ સુઝુકી XL6એ 1,846 યૂનિટનું વેચાણ નોંધાવ્યું હતું.
  • મહિન્દ્રા મરાત્ઝોનું BS6 વર્ઝન લાંબા સમય સુધી વેચાણમાં ટોપ પર છે. ગયા મહિને મરાત્ઝોએ 9%ના ઘટાડા સાથે 635 યૂનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જ્જયારે ઓગસ્ટ 2019માંમરાત્ઝોનાં 697 યૂનિટ્સ વેચાયાં. કાર્નિવલ, જે ભારતમાં ત્રણ વેરિઅન્ટમાં વેચાય છે તે ઇનોવા ક્રિસ્ટા કરતાં વધુ પ્રીમિયમ MPV છે, તે 2.2-લિટર ડીઝલ એન્જિન અને 8-સ્પીડ ઓટો ગિયરબોક્સ સાથે આવે છે. કાર્નિવલે 198 યૂનિટ્સ વેચ્યાં હતાં, જ્યારે ડેટ્સન GO+નાં 65 યૂનિટ્સ અને અલ્ટ્રા લક્ઝરી ટોયોટા વેલફાયરે 16 યૂનિટ્સ વેચ્યાં હતાં. ટોયોટા વેલફાયરની એક્સ શો રૂમ કિંમત 83.50 લાખ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here