કાર ખરીદ્યા વગર બની શકો એના માલિક, Maruti Suzuki શરૂ કરી છે એક નવી સ્કીમ

0
0

દરેક વ્યક્તિનું એક સપનું કાર ખરીદવાનું હોય છે. પરંતુ, આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે બધા વ્યક્તિનું આ સપનુ પૂરૂ થતું નથી. આવા લોકો માટે દેશની જાણીતી કાર કંપની મારૂતી સુઝુકી કાર ખરીદ્યા વગર પણ કારના માલિક બનવા માટેની એક તક આપી રહી છે. કંપની મારૂતી સુઝુકી સબસ્ક્રાઈબ નામથી એક પ્રોગ્રામ શરૂ કરી રહી છે.

 

 

આ પ્રોગ્રામ અંતર્ગત ગ્રાહક નવી સ્વિફ્ટ, ડીઝાયર, બ્રેઝા, અર્ટિગા, બલેનો, સિયાઝ અને એક્સએલને 12 મહિના, 18 મહિના, 24 મહિના, 30 મહિના, 36 મહિના, 42 મહિના અને 48 મહિના માટે સબસ્ક્રાઈબ કરી શકે છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ સમયમર્યાદા દરમિયાન તમે આ કારને ઘરે લઈ જઈ શકો છો. કંપની તરફથી કાર અને સમય મર્યાદાની પસંદી કરવા માટે આ પ્રોગ્રામ અંતર્ગત છૂટ આપવામાં આવી છે. એટલે જ્યારે સમય મળે ત્યારે તમે એ કારને ઘરે લઈ જઈ શકશો. આ સુવિધા અંતર્ગત ગ્રાહક પાસેથી ન તો મેઈન્ટેનન્સ કોસ્ટ લેવામાં આવશે, ન કોઈ ઈન્સ્યોરન્સ કોસ્ટ વસૂલવામાં આવશે. એટલું જ નહીં ડાઉન પેમેન્ટ આપવાની પણ જરૂર નથી. ગ્રાહકોએ માત્ર કારનું ભાડું જ આપવાનું રહેશે. એટલું નહીં ગ્રાહકોને સમયમર્યાદા પૂરી થતા બાયબેકનો ઓપ્શન પણ મળી રહેશે. આ પ્રોગ્રામનો લાભ લેવા માટે તમામ ડૉક્યુમેન્ટની સાથે નજીકના ડીલર્સનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત https://www.marutisuzuki.com/subscribe લીંક પરથી પણ માહિતી મળી રહેશે. આ માટે એક ફોર્મ ભરવાનું રહેશે.

જેમાં ફોન નંબરથી લઈને અન્ય જરૂરી જાણકારી કંપની એકઠી કરશે. ત્યાર બાદ કંપનીને ફોર્મ મળ્યા બાદ કંપની ગ્રાહકનો સંપર્ક કરશે. હાલમાં આ સુવિધા બેંગ્લુરૂ, પૂણે, હૈદરાબાદ અને ગુરૂગ્રામમાં શરૂ કરવામાં આવી છે. મારૂતી સુઝુકી કંપનીના એક્ઝિક્યુટિવ માર્કેટિંગ એન્ડ સેલ્સના ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર બદલતા વ્યાપારા ડાયનામાઈક્સમાં ઘણા ગ્રાહકો પબ્લિક ટ્રાંસપોર્ટમાંથી પર્સનલ વ્હીકલમાં શિફ્ટ થવા માગે છે. તેઓ એક એવું સમાધાન ઈચ્છે છે કે, જેનાથી આર્થિક રીતે એમના ખિસ્સા પર કોઈ એકાએક ભાર ન આવે. આ જ કારણે કંપનીએ આ પ્રકારની એક સ્કિમ લૉન્ચ કરી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મંદીમાંથી બહાર નીકળવા માટે અનેક ઓટો કંપનીઓ ડીલર્સ ઓફર્સ કે કંપની ઓફર્સ માટે પહેલ કરી રહી છે. માત્ર મારૂતી કંપની જ નહીં પણ અન્ય કંપનીઓ પણ ડિસ્કાઉન્ટથી લઈને સર્વિસલક્ષી ઓફર્સ આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here