ઓટો : મારૂતિ સુઝુકી જિમ્નીને ઓટો એક્સ્પો 2020 દરમિયાન રજૂ કરાઇ, જાણો શું છે તેના ફિચર્સ

0
37

મારૂતિ સુઝુકી જિમ્નીને ઓટો એક્સ્પો 2020 દરમિયાન બહરતમાં રજૂ કરવામાં આવી છે. મારુતિ સુઝુકી જિમ્ની કંપનીની એક ત્રણ-દરવાજાવાળુ ઓફ-રોડ વાહન છે, જે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાઇ રહ્યું છે. મારુતિ સુઝુકી જિમ્ની ભારતમાં પણ ખૂબ પ્રખ્યાત છે પરંતુ અત્યાર સુધી કંપનીએ તેને માર્કેટમાં લોન્ચ કરી છે પરંતુ તે ટૂંક સમયમાં દેશમાં લાવવામાં આવી શકે છે, તેનું 5 સીટર વર્ઝન ભારતમાં લોન્ચ થવાનું છે.

Image result for maruti suzuki jimmny

મારુતિ સુઝુકી જિમ્નીની ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેને મર્સિડીઝ જી વેગનની જેમ રાખવામાં આવી છે, ફ્રન્ટ સર્ક્યુલર હેડલેમ્પ અને સ્લેટ ગ્રિલ આપવામાં આવી છે. અન્ય ઓફ રોડ એસયુવીની જેમ, સ્પેર વ્હીલ પાછળનાં ગેટ પર માઉન્ટ થયેલ છે. આ એસયુવી 3395 મીમી લાંબી, 1475 મીમી પહોળી છે અને તેમાં 205 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. જેના કારણે તે રસ્તા પર દોડતી વધુ સારી લાગશે.

Image result for maruti suzuki jimmny

મારુતિ સુઝુકી જિમ્નીમાં આધુનિક સુવિધાઓ પણ આપવામા આવેલ છે, તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ આપવામા આવેલ છે. સલામતીની દ્રષ્ટિએ, તેમાં ફોરવર્ડ બ્રેકિંગ અસિસ્ટ, 6 એરબેગ્સ, શોક અબ્જોર્બિંગ સીટ ડિઝાઇન, એબીએસ, ઇએસપી વગેરે આપવામાં આવેલ છે. જે ઓફ રોડ પર ચલાવવા માટે સુરક્ષા પ્રદાન કરે છે.

Image result for maruti suzuki jimmny

મારુતિ સુઝુકી જિમ્નીમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે જે 102 બીએચપી પાવર અને 130 ન્યૂટન-મીટર ટોર્ક પ્રદાન કરે છે, જે તે જ એન્જિન છે જે નવી વિટારા બ્રેઝામાં આપવામાં આવેલ છે. કંપની તેને આવતા વર્ષે ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. મારૂતિ સુઝુકી જિમ્ની ભારતીય બજારમાં ફોર્સ ગુરખા અને નવી જનરેશન મહિન્દ્રા થાર સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here