અપકમિંગ : મારુતિ સુઝુકી નવી 800, 5 ડોર જિમ્ની સહિત પાંચ મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે

0
0

દિલ્હી. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની છે. કંપની આગળ પણ નંબર 1 પોઝિશન પર બની રહેવા માટે અને માસ માર્કેટ સેગમેન્ટ માટે કંપની પાંચ નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જો કે, કંપની ડીઝલ એન્જિન પર કામ ન કરવાનો નિર્ણય લઈ ચૂકી છે, એવામાં ગ્રાહકોને આકર્ષવા માટે મારુતિએ નવા સેગમેન્ટની તરફ પગલું ભર્યું છે.તે પાંચ નવી ગાડીઓ પર કામ કરી રહી છે.

ન્યૂ જનરેશન સેલેરિયો

વર્ષ 2014માં લોન્ચ થયેલી મારુતિ સુઝુકી સેલેરિયો છેલ્લાં 6 વર્ષથી માર્કેટમાં છે. કંપનીએ આ કારમાં કોઈ મોટો ફેરફાર નથી કર્યો. હવે કંપની તેના નેક્સ્ટ જનરેશન મોડેલને લાવવાની તૈયારીમાં છે, જેમાં અપડેટ ડિઝાઇન, રિ-ડિઝાઇન કેબિન અને ઘણાં એડવાન્સ્ડ ફીચર્સ મળશે.

નેક્સ્ટ જનરેશન મોડેલને YNC કોડનેમ આપવામાં આવ્યું છે. તેને આ વર્ષના અંત સુધીમાં માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. તેમાં પહેલાંની જેમ જ 1.0 લિટરનું થ્રી સિલિન્ડર K10B પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે.

વેગન-આર ઇલેક્ટ્રિક

કંપની છેલ્લા ઘણા સમયથી વેગન આરના ફુલ્લી ઇલેક્ટ્રિક વર્ઝન પર કામ કરી રહી છે. ઓક્ટોબર 2018માં કંપનીએ ગુડગાંવ યૂનિટ પાસેથી લગભગ 50 જાપાનીઝ સ્પેસિફિકેશન વેગન આર EVને દેશભરમાં વિવિધ ઋતુ અને રસ્તાઓ પર ટેસ્ટિંગ માટે મોકલ્યું.

આ અત્યારે ભારતમાં વેચાઈ રહેલી વેગન આર સાથે મળતી આવતી હશે. આશા છે કે, આ કારની કિંમત 10 લાખ રૂપિયાની અંદર હશે, જે તેને અન્ય ઇલેક્ટ્રિક કાર્સ કરતાં મોસ્ટ અફોર્ડેબલ કાર બનાવશે. ઇન્ડિયન માર્કેટમાં આ મહિન્દ્રા E-KUV 100ને ટક્કર આપશે.

નવી 800cc કાર

મારુતિ હવે અલ્ટોની નવી એન્ટ્રી લેવલ કારને રિપ્લેસ કરવાનું પ્લાનિંગ કરી રહી છે, જેને ક્રોસઓવર તરીકે શોકેસ કરવામાં આવશે. આ નવી 800cc કારને કંપનીના હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર ડિઝાઇન કરવામાં આવશે, જેની પર S-Presso, વેગન આર, સ્વિફ્ટ અને બલનો વગેરે કાર્સ બની છે.

રિપોર્ટ અનુસાર, તેમાં પહેલાની જેમ જ 796cc થ્રી સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળશે, જે 48PS/69Nm પાવર જનરેટ કરશે, જે નેક્ટ જનરેશન અલ્ટોમાં પણ મળે છે. નવી 800cc કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયબોક્સ સાથે ઓપ્શનલ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ મળશે.

હ્યુન્ડાઇ ક્રેટા રાઇવલ મિડ સાઇઝ SUV

અત્યારે ભારતમાં મિડ સાઇઝ SUVને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને એવામાં મારુતિ પણ પાછળ રહેવા નથી માગતી. આ સેગમેન્ટમાં અત્યારે હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સેલ્ટોસ આવે છે. ટૂંક સમયમાં જ મારુતિ પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરવાની છે. આ કારને મારુતિની પ્રીમિયમ નેક્સા ડીલરશિપ પર વેચવામાં આવશે, જે ક્રેટા, સેલ્ટોસ, કેપ્ચર જેવી મિડ સાઇઝ SUVને ટક્કર આપશે. જો કે, હજી સુધી કંપની તરફથી કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યું.

જિમ્ની SUV

જિમ્ની સુઝુકીની કોમ્પેક્ટ ઓફ રોડર છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તેનું 4th જનરેશન મોડેલ અવેલેબલ છે. તેના સેકન્ડ જનરેશન મોડેલને ઇન્ડિયન માર્કેટમાં લગભગ 30 વર્ષો સુધી મારુતિ જિપ્સી નામથી વેચવામાં આવશે. પરંતુ સેલ્સના ઘટતા આંકડા પછી તેને BS6માં અપગ્રેડ ન કરવાથી ડિસકન્ટિન્યૂ કરી દેવામાં આવી.

કંપનીએ નવી જિમ્નીને દિલ્હી ઓટો એક્સપોમાં શોકેસ કરી હતી, જેથી હવે એવી આશા છે કે આ કાર ટૂંક સમયમાં જ ઇન્ડિયામાંલોન્ચ તસે. પરંતુ આ મોડેલ 3 ડોર જિમ્ની સિએરાનું હતું, જેને ગ્લોબલ માર્કેટમાં વેચવામાં આવી રહ્યું છે. કંપની ઇન્ડિયન માર્કેટમાં ખાસ કરીને તેનું 5 ડોર વર્ઝન લાવશે. જેને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here