મારુતિ સુઝુકીએ ‘અલ્ટો 800 કાર’નું ‘VXI+’ વર્ઝન લોન્ચ કર્યું, કિંમત ₹ 3.80 લાખ

0
125

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીએ અલ્ટો 800 કારનું વર્ઝન લોન્ચ કર્યું છે. તેની એક્સ શૉરૂમમાં કિંમત 3.80 લાખ રૂપિયા છે. આ કાર VXI મોડેલનું અપગ્રેડે વર્ઝન છે. અપગ્રેડેડ વર્ઝનમાં નવી સ્માર્ટપ્લે સ્ટુડિયો ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

અલ્ટો 800 VXI+નાં ફીચર

  • આ હેચબેકમાં જૂનાં વેરિઅન્ટ કરતાં વધારે સેફટી ફીચર આપવામાં આવ્યાં છે. તેમાં ફ્રન્ટ પાવર વિન્ડો, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, કી-લૅસ એન્ટ્રી, 2 સ્પીકર, ઇન્ટર્નલી એડ્જસ્ટેબલ આઉટર મિરર ઇનબિલ્ટ છે.
  • VXI+ વર્ઝનમાં નવી ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. કારમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ અને USB પોર્ટ આપવામાં આવ્યો છે.
  • નવાં વર્ઝનમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, એન્ટિ લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સ્પીડ અલર્ટ સિસ્ટમ અને સીટ બેલ્ટ રિમાઇન્ડર (ડ્રાઇવર અને કો- ડ્રાઇવર બંને માટે) સહિતનાં સ્ટાન્ડર્ડ સેફટી ફીચર આપવામાં આવ્યાં છે.

એન્જિન
VXI+ વેરિઅન્ટમાં BS6 માન્ય એન્જિન આપવામાં આવ્યા છે. તેમાં પેટ્રોલ પાવર્ડ 800cc 3 સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. તે 48ps અને 96Nmનું ટૉર્ક જનરેટ કરે છે. તેનું CNG એન્જિનમાં માત્ર 41ps પાવર જનરેટ કરે છે. બંને એન્જિનમાં 5 સ્પીડ ગિયર બોક્સ આપવામાં આવ્યાં છે.
પેટ્રોલ એન્જિન 22.05 કિલોમીટર પ્રતિ લિટર અને CNG 32.99 કિલોમીટર પ્રતિ લિટરનું માઈલેજ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here