ઓટો ન્યૂઝ : Maruti Suzukiએ CNG સાથે લોન્ચ કરી તેની સૌથી પોપ્યુલર કાર, કિંમત જાણી આજે જ કરાવશો બુક

0
32

મારૂતિ સુઝુકીએ તેની પોપ્યુલર મલ્ટી-પરપઝ વાન Maruti Eecoનું BS6 કમ્પ્લાયંટ સીએનજી વેરિઅન્ટમાં લોન્ચ કરી દેવાયું છે. BS6 Maruti Suzuki Eeco S-CNGની કિંમત 4.64 લાખથી 5.06 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. આ મારૂતિનું ચોથું બીએસ6 કમ્પ્લાયંટ સીએનજી મોડલ છે.

  • મારૂતિ સુઝુકીની સૌથી પોપ્યુલર કાર છે ઈકો
  • હવે આ મલ્ટી-પરપઝ કાર સીએનજીમાં ઉપલબ્ધ
  • કિંમત 4.64 લાખથી શરૂ

મારૂતિ ઈકોનું બીએસ6 મોડલ 12 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ વાન 5-સીટર, 7 સીટર, કાર્ગો અને એમ્બ્યુલન્સ ઓપ્શનમાં આવે છે. સેફ્ટી માટે તેમાં ડ્રાઈવર એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર્સ, ડ્રાઈવર અને કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડર અને હાઈ-સ્પીડ અલર્ટ સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

મારૂતિ ઈકો ઓછી કિંમત અને વધુ સ્પેસ માટે જાણીતી છે. સાથે જ તેના સ્લાઈડિંગ ડોર ભીડભાડવાળા રસ્તાઓ પર વાનમાં બેસવા અને બહાર નીકળવામાં સરળ રહે છે. મારૂતિ ઈકોને વર્ષ 2010માં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. કંપની અત્યાર સુધી તેની 6.7 લાખ યૂનિટ વેચી ચૂકી છે. વાન સેગમેન્ટમાં મારૂતિ ઈકોના 87 ટકા શેયર છે.

મારૂતિની મિશન ગ્રીન મિલિયન પહેલ

મારૂતિ સુઝુકીના એક્ઝ્યુક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું, ઈકોએ તેના શાનદાર માઈલેજ, બેસ્ટ-ઈન સેગમેન્ટ કમ્ફર્ટ, સ્પેસ અને પાવરની સાથે એક મજબૂત જગ્યા બનાવી છે. ઈકો વાનનું બીએસ6 સીએનજી વેરિઅન્ટ મારૂતિ સુઝુકીની મિશન ગ્રીન મિલિયન પહેલનો ભાગ છે. જેની જાહેરાત ફેબ્રુઆરીના શરૂઆતમાં ઓટો એક્સ્પોમાં કરવામાં આવી હતી.

એક મિલિયનથી વધુ ગ્રીન વહિકલ્સનું વેચાણ

મારૂતિ ભારતીય બજારમાં એક મિલિયનથી વધુ ગ્રીન વહિકલ્સનું વેચાણ કરી ચૂકી છે. જેમાં સીએનજી અને સ્માર્ટ હાઈબ્રિડ સામેલ છે. પોતાની મિશન ગ્રીન મિલિયન પહેલ હેઠળ કંપની આગામી કેટલાક વર્ષોમાં વધુ એક મિલિયન ગ્રીન વહિકલ વેચવા માટે તૈયારી દેખાડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here