Wednesday, September 22, 2021
Homeમારુતિ સુઝુકીએ 3 મહિનામાં બીજી વખત કિંમતમાં વધારો કર્યો
Array

મારુતિ સુઝુકીએ 3 મહિનામાં બીજી વખત કિંમતમાં વધારો કર્યો

જો તમે મારુતિ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે હવે તમારું બજેટ વધારવું પડશે. કંપનીએ કેટલાક મોડેલ્સની કિંમતમાં વધારો કર્યો છે. ગ્રાહકોએ હવે કાર ખરીદવા માટે 1.6% સુધી વધારે પૈસા આપવા પડશે. કિંમતમાં વધારો કારની એક્સ શો રૂમ કિંમતમાં કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો લાગુ થઈ ગઈ છે.

કંપનીનું કહેવું છે કે, કારમાં ઉપયોગમાં થતાં કાચા માલની કિંમતોમાં વધારો થતો હોવાથી કિંમત વધારવી પડી છે. વધેલી નવી કિંમત સિલેક્ટેડ મોડેલ પર જ લાગુ પડશે. છેલ્લા 1 વર્ષમાં સ્ટીલની કિંમતોમાં 50% સુધીનો વધારો થયો છે. કારમાં ઉપયોગમાં આવતા સેમીકન્ડક્ટર્સથી લઈને બીજા પાર્ટ મોંઘા થયા છે.

કયું મોડેલ કેટલું મોંઘું થયું?

ભોપાલના RMJ શોરૂમે આપેલી માહિતી અનુસાર, અલ્ટોની કિંમત 12,500 રૂપિયા વધી છે. અર્ટિગાની કિંમતમાં 22,500 રૂપિયાનો ભાવવધારો થયો છે. કંપનીની મિની SUV કહેવાતી S પ્રેસો હવે 7500 રૂપિયા સુધી મોંધી થઈ છે. કંપનીએ તેની એરિના શો રૂમ પર મળનારી તમામ કારની કિંમતોમાં વધારો કર્યો છે.

કંપની ગત વર્ષે જ ભાવવધારો કરવાની હતી

મારુતિ સુઝુકી ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર, શશાંક શ્રીવાસ્તવના જણાવ્યાનુસાર, BS-VI માપદંડના નિયમો ગત વર્ષે એપ્રિલ મહિનાથી અમલમાં આવ્યા હતા. તેને કારણે કાર મેન્યુફેક્ચરની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ ગત વર્ષે જ કિંમત વધારવાનો વિચાર કર્યો હતો, પરંતુ ગત વર્ષે માર્કેટની સ્થિતિ ખરાબ હતી. હવે પ્લાસ્ટિક અને મોંઘાં ધાતુ સહિતના કાચા માલની કિંમત વધી જવાથી કંપનીએ ભાવવધારો કર્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં 34,000 રુપિયા મોંઘી થઈ હતી કાર

18 જાન્યુઆરીએ મારુતુ સુઝુકી ઈન્ડિયાએ પોતાના કારની કિંમતમાં 34,000 રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો હતો. તે સમયે મારુતિ સહિત મોટા ભાગની કાર કંપનીઓએ ભાવ વધારો કર્યો હતો. ત્યારે પણ તેનું કારણ કાચા માલની કિંમતમાં વધારો થયો હોવાનું જણાવાયું હતું. 3 મહિનાના સમયગાળામાં મારુતિએ બીજી વખત કિંમતમાં વધારો કર્યો છે.

કંપનીએ માર્ચ 2021માં કાર પ્રોડક્શનના આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે ગત મહિને 1,72,433 યુનિટ કારનું પ્રોડક્શન થયું હતું. જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં કંપનીએ 92,540 યુનિટનું પ્રોડક્શન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments