Sunday, October 24, 2021
Homeકન્ફર્મ : મારુતિ સુઝુકી S-Cross પેટ્રોલ 29 જુલાઈએ લોન્ચ થશે, કિંમત ₹8.5...
Array

કન્ફર્મ : મારુતિ સુઝુકી S-Cross પેટ્રોલ 29 જુલાઈએ લોન્ચ થશે, કિંમત ₹8.5 લાખથી ₹11.5 લાખ રૂપિયા વચ્ચે રહેવાની શક્યતા

દિલ્હી. લોકડાઉન પિરિઅડમાં ભલે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું વેચાણ ઝીરો રહ્યું હોય પરંતુ ધીમે-ધીમે આ સેક્ટરમાં વેચાણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીઓ પોતાની નવી-નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરી રહી છે. તાજેતરમાં જ મારુતિ સુઝુકી તરફથી કન્ફર્મેશન મળ્યું છે કે, કંપની તેની અપકમિંગ પોપ્યુલર હેચબેક S-Crossનું BS6 મોડેલ 6 વેરિઅટ 29 જુલાઈના રોજ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરશે. આ જ દિવસથી તેનું વેચાણ પણ શરૂ થઈ જશે. આ કંપનીનું છેલ્લું મોડેલ હતું જેને BS4થી BS6માં કન્વર્ટ કરવામાં આવ્યું છે. કંપનીએ આ પેટ્રોલ-પાવર્ડ મારુતિ સુઝુકી S-Cross ઓટો એક્સપોમાં શોકેસ કર્યું હતું. અગાઉ આ કાર એપ્રિલ મહિનામાં લોન્ચ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસને કારણે તેનું લોન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું.

એન્જિન ડિટેલ્સ
અગાઉ BS4 કમ્પલ્યન્ટ S-Crossમાં 90hp પાવર જનરેટ કરતું 1.3 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવતું હતું, જે ભારતના નેશનલ એન્જિન તરીકે ઓળખાતું હતું. તેને નવા એમિશન નોર્મ્સમાં અપગ્રેડ કરવાને બદલે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે S-Crossમાં પેટ્રોલ એન્જિન જોવા મળશે, જે વિટારા બ્રેઝા જેવું જ છે. S-Crossમાં સુઝુકી K15B પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરશે, જે અગાઉ સિયાઝમાં જોવા મળ્યું હતું. આ 105hp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે અને સ્ટાન્ડર્ડ રીતે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

3 વેરિઅન્ટમાં આવશે
S-Cross રેન્જમાં મળતું ઓટોમેટિક ગિયરબોક્સ તે ગાડીમાં મોટો ફેરફાર હશે. પેટ્રોલ એન્જિન 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે પણ આવી શકે છે, જ્યારે BS4 S-Crossમાં ફક્ત ડીઝલ મેન્યુઅલ સાથે માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવતું હતું. જો કે, BS6 વર્ઝનમાં આ ટેક્નોલોજી ફક્ત ઓટોમેટિક ગિયરબોક્સ વર્ઝનમાં જ જોવા મળશે. ઓટોમેટિક ગિયરબોક્સ S-Cross પેટ્રોલના ટોપ 3 વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવશે. તેમાં કુલ ચાર વેરિઅન્ટ સિગ્મા, ડેલ્ટા, ઝેટા અને અલ્ફા હશે.

નવું શું હશે?
નવી પાવરટ્રેન સિવાય S-Cross અંદર અને બહારથી જૂનાં મોડેલ જેવી જ છે. તેને છેલ્લે વર્ષ 217માં રિફ્રેશ્ડ કરવામાં આવી હતી. તેને ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવેલ Futuro-e કોન્સેપ્ટ SUVથી ડિરાઇવ્ડ થનારી મિડ સાઇઝ SUV સાથે રિપ્લેસ થવાની શક્યતા છે.

કિંમત
જૂનાં ડીઝલ-પાવર્ડ મોડેલની કિંમત 8.81 લાખ રૂપિયાથી 11.44 લાખ રૂપિયા વચ્ચે છે. નવી S-Cross પેટ્રોલની કિંમત થોડી ઓછી રહેવાની શક્યતા છે. S-Cross પેટ્રોલની કિંમત 8.5 લાખ રૂપિયાથી 11.5 લાખ રૂપિયા વચ્ચે રહેવાની શક્યતા છે અને તેની સીધી ટક્કર પેટ્રોલ રેનો ડસ્ટર સાથે જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments