મારુતિ સુઝુકીનું વેચાણમાં 20%થી વધારે વૃદ્ધિ નોંધાઈ,મહિન્દ્રાના વેચાણમાં 10%નો ઘટાડો

0
10

ઓટો નિર્માતાઓ માટે વર્ષ 2020 ખરાબ રહ્યું છે. મહામારીને કારણે ઓટો ઉદ્યોગમાં મંદી જોવા મળી હતી. જો કે સમયની સાથે સેક્ટરમાં સુધારો જોવા મળ્યો અને ફરીથી પહેલા જેવી સ્થિતિ થઈ ગઈ. ડિસેમ્બર 2020માં પણ કંપનીઓએ વેચાણના આંકડા સારા એવા પ્રાપ્ત કર્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાર્મા ઈક્વિપમેન્ટમાં 25 ટકાની વૃદ્ધિ નોંધાઈ.

1. મારુતિએ કુલ 1,60,226 યુનિટ્સ વેચ્યા, 20.2%નો ગ્રોથ નોંધ્યો

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ડિસેમ્બર 2020માં કોમ્પેક્ટ વાહનો, LCV અને વેનના નેતૃત્વમાં કુલ 1,60,226 યુનિટ્સનું વેચાણ કર્યું. દેશની સૌથી મોટી વાહન નિર્માતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તે ગત વર્ષે આ મહિનામાં વેચવામાં આવેલા 1,33,296 યુનિટ્સ કરતા 20.2 ટકા વધારે છે.

ઘરેલુ વેચાણ 19.5 ટકા વધીને, 1, 50,288 યુનિટ્સ અને નિકાસ 31.4 ટકા વધીને 9,938 યુનિટ્સ પર પહોંચી ગયું.

મારુતિ સુઝુકીને ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 4,95,897 યુનિટ્સના કુલ વેચાણની સાથે 13.4%નો વધારો થયો.

2. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા- ઘરેલુ વેચાણમાં 21, 173 યુનિટ્સની સાથે 23 ટકા ગ્રોથ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝને ડિસેમ્બર 2020માં વેચાણમાં 35,187ની સાથે 10.3 ટકાનો ઘટાનો નોંધાવ્યો હતો, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ 39, 230 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

કુલ પેસેન્જર વ્હીકલના વેચાણમાં 16,182 યુનિટ્સની સાથે 3 ટકાનો ગ્રોથ નોંધાયો, જ્યારે 2,210 યુનિટ્સની સાથે નિકાસમાં 3 ટકાની વૃદ્ધિ જોવા મળી.

મહિન્દ્રા ઓટોમેટિવ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ વિજય નાકરાએ કહ્યું- સતત બદલાતી વૈશ્વિક સ્થિતિ સાથે સંબંધિત સપ્લાય ચેન પડકારોના કારણે અમારા કુલ વેચાણને અસર થઈ, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટમાં ઉપયોગ કરવામાં આવતા માઈક્રો-પ્રોસેસર (સેમી-કંડક્ટર્સ)ના સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો.

બીજી તરફ ફાર્મ ઈક્વિપમેન્ટ સેગમેન્ટમાં ડિસેમ્બર 2020માં 22,417 યુનિટ્સના વેચાણમાં 25 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 17,991 યુનિટ્સ હતા.

ઘરેલુ વેચાણ 21,173 યુનિટ્સ પર 23 ટકા હતા, જ્યારે નિકાસ 60 ટકા વધીને 1,244 યુનિટ્સ હતી.

3. એસ્કોર્ટ્સ રિપોર્ટ ઉચ્ચત્તમ ડિસેમ્બરનું વેચાણ

એસ્કોર્ટ્સ લિમિટેડની કૃષિ મશીનરી સેગમેન્ટે ડિસેમ્બરમાં 88%ના ગ્રોથ સાથે કુલ 7,733 ટ્રેક્ટરર વેચ્યા, જે મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ છે. કંપનીએ ગત વર્ષે આ જ સમયગાળામાં કુલ 4,114 ટ્રેક્ટર વેચ્યા હતા.

ઘરેલુ ટ્રેક્ટરનાં વેચાણમાં 7230 યુનિટ્સ સાથે વાર્ષિક આધારે 90% ગ્રોથ થયો, જ્યારે નિર્યાત 63.3% ગ્રોથ સાથે 503 યુનિટ્સ પર પહોંચ્યો.

4. MG મોટર્સે ડિસેમ્બરમાં 33% ગ્રોથ હાંસલ કર્યો

MG મોટર ઈન્ડિયાએ 4010 યુનિટ્સનાં વેચાણ સાથે 33% ગ્રોથ હાસંલ કર્યો છે, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં કંપનીએ કુલ 3021 યુનિટ્સ વેચ્યા હતા.

કંપનીએ ગયા મહિને 3430 હેક્ટર SUV, 458 ગ્લોસ્ટર SUV અને 112 ઝેડએસ ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ કર્યું.

5.ટાટા મોટર્સનો 84% ગ્રોથ વધ્યો

ટાટાએ ડિસેમ્બર મહિનામાં કુલ 23,546 યુનિટ્સનું વેચાણ કર્યું, જે ગત મહિને નવેમ્બર 2020માં 21,640 યુનિટની તુલનામાં 9 ટકા વધારે છે.

ડિસેમ્બર 2019ની તુલનામાં ટાટામાં 84 ટકાનો ભારે વૃદ્ધિ નોંધાઈ, કેમ કે, ડિસેમ્બર 2019માં માત્ર 12,785 યુનિટ્સનું વેચાણ થયું હતું.

મહિન્દ્રા, કિઆ, રેનો, હોન્ડા અને ટોયોટાની તુલનામાં બ્રાન્ડ વેચાણની બાબતમાં ત્રીજા સ્થાન પર છે.

2019માં આ મહિના દરમિયાન તેનો 5.4 ટકાની સરખામણીએ માર્કેટ શેર 8.5 ટકા હતો.

6. હ્યુન્ડાઈએ 25%નો ગ્રોથ નોંધાવ્યો

વેચાણની બાબતમાં હ્યુન્ડાઈ ગત મહિને પણ બીજા સ્થાન પર રહી હતી. ડિસેમ્બર 2020માં કંપનીએ કુલ 47,400 યુનિટ્સનું વેચાણ કર્યું. તેમાં 25 ટકાનો ગ્રોથ નોંધાવ્યો. ગત વર્ષે આ જ સમયગાળ દરમિયાન કંપનીએ 37,953 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

નવેમ્બર 2020ની વાત કરીએ તો કંપનીએ કુલ 48,800 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેમાં વાર્ષિક આધારે 3 ટકાનો ઘટાડો થયો હતો. ડિસેમ્બર 2020માં કંપનીનો બજાર હિસ્સો 17.1 ટકા હતો.

7.VECVના સેલ્સમાં 3 ટકાનો ઘટાડો

વોલ્વો આયશર કમર્શિયલ વ્હીકલ (VECV)ની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ડિસેમ્બર 2020માં તેનું વેચાણ 3% ઘટીને 4,892 ગાડીઓ સુધી મર્યાદિત રહ્યું. કંપનીએ ગત વર્ષે ડિસેમ્બરમાં 5,042 ગાડીઓનું વેચાણ કર્યું હતું.

ઘરેલુ માગ ઓછી હોવાને કારણે વોલ્વોની ગાડીઓના વેચાણમાં ઘટાડો થયો જો કે વિદેશી માર્કેટમાં તેની ગાડીઓના વેચાણમાં 23.6 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here