શેરબજાર : સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

0
10

મુંબઈ. ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1265 અંક વધીને 31159 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 363 અંક વધીને 9111 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ સહિતના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જોકે એચયુએલ, ટેક મહિન્દ્રા અને નેસ્લેના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

અમેરિકા અને ચીનના બજાર વધારા સાથે બંધ

અમેરિકાના બજારની સાથે વિશ્વના ઘણા બજાર બુધવારે વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 3.44 ટકા વધારા સાથે 779.1 અંક વધી 23433.60 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બીજા બજારો નેસ્ડેક 2.58 ટકા વધારા સાથે 203.64 અંક વધી 8,090.90 પર બંધ થયો બીજ તરફ એસએન્ડપી 3.41 ટકા વધારા સાથે 90.57 અંક વધી 2,749.98 પર બંધ થયો હતો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 0.24 ટકા વધારા સાથે 6.63 ટકા વધી 2,822.00 પર બંધ થયો હતો. જાપાન, ઈટલી, જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા.

કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 200ના મોત

કોરોના સંક્રમણથી દેશમાં મોતનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ગુરુવારે બે લોકોના મોત થયા છે. જમ્મુમાં 69 વર્ષની મહિલાનું મોત થયું છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, તે ઉધમપુર જિલ્લાની નિવાસી હતી. તેને માથામાં દુ:ખાવો  અને શ્વાસ લેવાની ફરિયાદ હતી. અગાઉ બુધવારે દેશમાં 27 સંક્રમિતોના મોત થયા હતા. અલગ રાજ્ય સરકારો તરફથી બહાર  પાડવામાં આવેલા આ આંકડાઓની સાથે દેશમાં મરનારાઓની સંખ્યા 200 થઈ ગઈ છે. જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 149 મોતની પુષ્ટિ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here