Monday, October 18, 2021
Homeબંધ : મારુતિ સુઝુકીએ Alto K10 કાર બંધ કરી, BS6 એન્જિનમાં અપગ્રેડ...
Array

બંધ : મારુતિ સુઝુકીએ Alto K10 કાર બંધ કરી, BS6 એન્જિનમાં અપગ્રેડ ન થતાં કારનું બુકિંગ બંધ થયું

દિલ્હી. મારુતિ સુઝુકીએ તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી Alto K10 કાર કાઢી નાખી છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીએ Maruti Alto K10 ગાડી બંધ કરી દીધી છે. મારુતિએ આ કારને BS6 એન્જિનમાં અપગ્રેડ નહોતી કરી, જ્યારે કંપનીની બીજી બધી કાર BS6 કમ્પ્લાયન્ટ છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીના મોટાભાગની ડીલરશિપ BS4 Maruti Suzuki Alto K10નો સ્ટોક ડિસેમ્બરમાં જ પૂરો કરી ચૂકી છે અને હવે તેમણે આ કારનું બુકિંગ કરવાનું બંધ કરી દીધું છે.

વર્ષ 2010માં Maruti Alto K10 કાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ હતી. વર્ષ 2014માં તેનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ થયું, જેમાં કારના લુક અને ફીચર્સમાં મોટા ફેરફાર જોવા મળ્યા. ત્યારબાદ વર્ષ 2019માં આ કારમાં જરૂરી સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવ્યાં, જેમાં ABS, EBD, રિઅર પાર્કિંગ સેન્સર્સ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, ડ્રાઇવર સાઇડ એરબેગ અને સ્પીડ અલર્ટ જેવાં ફીચર્સ સામેલ છે.

એન્જિન ડિટેલ્સ

મારુતિની આ ગાડીમાં BS4 કમ્પ્લાયન્ટ 998cc K10B પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું હતું. આ એન્જિન 6,000 rpm પર 67 bhp પાવર અને 3,500 rpm પર 90 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગિયરબોક્સ આપવામાં આવતાં હતાં. મારુતિની આ કાર CNG વર્ઝનમાં પણ આવતી હતી, તેમાં ફેક્ટ્રી ફીટેડ CNG કીટ આપવામાં આવતી હતી.

એવરેજ ડિટેલ્સ

Alto K10માં 1.0 લિટરનું પેટ્રોલ એન્જિન મારુતિ S-Presso, સિલેરિયો અને વેગનઆરમાં પણ આપવામાં આવ્યુંછે. આ ત્રણેય કાર્સમાં આ એન્જિન હવે BS6 કમ્પ્લાયન્ટ છે. Alto K10માં આ એન્જિન પેટ્રોલ વર્ઝનમાં લીટર દીઠ 23.95 કિમી અને CNG વર્ઝનમાં કિલો દીઠ 32.26ની એવરેજ આપતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments