અપકમિંગ : મહિન્દ્રા થારને પડકારવા માર્કેટમાં મારુતિ સુઝુકીની 5 ડોર જિમ્નીની એન્ટ્રી થશે, અંદાજિત પ્રારંભિક કિંમત ₹9.5 લાખ રહેવાની શક્યતા

0
16

દિલ્હી ઓટો એક્સ્પોમાં શોકેસ થયેલી મારુતિ સુઝુકી જિમ્ની મીડિયા તેમ જ લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે. જિમ્નીએ આ શોમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી અને ત્યારબાદ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં તે ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી લેશે. મહિન્દ્રા થાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થયા પછી એવી અટકળોએ જોર પકડ્યું છે કે, મારૂતિ સુઝુકી હવે જીમ્નીને ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, તેને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. ઓટો એક્સ્પોમાં શોકેસ કરવામાં આવેલા થ્રી-ડોર મોડેલથી વિપરીત તેનું 5 ડોર મોડેલ ભારતમાં વેચવામાં આવશે.

મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખા કરતા વધારે સ્પેશિયસ હશે
રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, ઇન્ડિયા-સ્પેસિફિક મારુતિ સુઝુકી જિમ્નીમાં માત્ર 5 ડોર જ નહીં પણ તેમાં નવી મહિન્દ્રા થાર અને અપકમિંગ ફોર્સમ ગુરખા કરતાં વધારે સ્પેશિયસ કેબિન પણ મળશે. જો કે, નવી થારે પોતાને લાઇફસ્ટાઇલ બેઝ્ડ ઓફ-રોડિંગ SUVમાં બદલી નાખી છે. તેથી, જિ્મનીમાં પણ લગભગ આવી જ ડ્રાઇવિંગ કમ્પેટિબિલિટી જોવા મળશે.

કંપની ભારતમાં થ્રી-ડોર વેરિઅન્ટ પણ બનાવશે
મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મદદથી થ્રી-ડોર વેરિઅન્ટ પણ અહીં જ બનાવીને તેની નિકાસ કરવામાં આવશે. તેમાં કોઈ શંકા નથી કે સુઝુકીને લોકલ માર્કેટમાં તેમજ યુરોપિયન માર્કેટમાં લેટેસ્ટ જનરેશન જિમ્નીની ભારે માગનો સામનો કરવો પડી રહ્યો છે અને વૈશ્વિક રોગચાળાને લીધે કંપનીએ જાપાનમાં તેનું પ્રોડક્શન નિર્ધારિત સમયમર્યાદામાં પૂરું કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

નેક્સા ડીલરશીપ દ્વારા વેચવામાં આવી શકે છે
રિપોર્ટમાં જણાવાયું છે કે, કંપની જિમ્નીના થ્રી-ડોર મોડેલને પણ ભારતમાં જ અસેમ્બલ કરશે, જેના માટે જાપાનમાંથી પાર્ટ્સ લાવવામાં આવશે, જ્યારે ભારત માટે લોકલી બનાવવામાં આવતા વેરિઅન્ટ્સને અગ્રેસિવ પ્રાઇસ રેન્જ સાથે લાવવામાં આવશે. તેને મારુતિ સુઝુકીની પ્રીમિયમ નેક્સા ડીલરશિપ પરથી વેચવામાં આવશે અને કંપની આગામી વર્ષોમાં નેક્સા પોર્ટફોલિયોનો વિસ્તાર કરશે, જેમાં નવી પ્રોડક્ટ્સ સામેલ કરવામાં આવશે, જેમાં મિડ-સાઇઝ SUV પણ સામેલ છે.

જિમ્નીની પ્રારંભિક કિંમત 9.5 લાખ રૂપિયા હોઈ શકે છે
મિડ-સાઇઝ SUV રાઇઝ કોમ્પેક્ટ SUVના આર્કિટેક્ચર પર બેઝ્ડ હશે અને તેને સુઝઉકી-ટોયોટા દ્વારા ભેગા થઇને બનાવવામાં આવી શકે છે. તેને વર્ષ 2022માં એટલે કે ઇન્ડિયા-સ્પેક જિ્મની લોન્ચ થાયાના એક વર્શ પછી લોન્ચ કરવામાં આવી શકે છે. ઓફ-રોડર જિમ્નીને મિડ-સાઇઝ SUV કરતાં નીચે સ્લોટ કરવામાં આવશે અને તેની એક્સ શો રૂમ કિંમત 9.5 લાખ રૂપિયાથી લઈને 12.5 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી શકે છે.

જિમ્નીમાં મારુતિનું 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળી શકે છે
તેને મારુતિ જિપ્સીના રિપ્લેસમેન્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે અને તે અર્ટિગા, વિટારા બ્રેઝામાં આપવામાં આવતા 1.5 લિટર 4 સિલિન્ડર SHVS પેટ્રોલ એન્જિનથી સજ્જ હોઈ શકે છે. આ 104.7PS મેક્સિમમ પાવર આઉટપુટ અને 138Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને ટૂ-વ્હીલ ડ્રાઇવ અને ફોર-વ્હીલ-કોન્ફિગ્રેશન બંનેમાં આપવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here