મારુતિ સુઝુકીની બંપર ઓફર, દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓને ગાડી ખરીદવા પર 11,000 રૂપિયા સુધીનો એડિશનલ બેનિફિટ મળશે

0
12

ફેસ્ટિવલ સિઝનમાં ઓટો કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા અને તેમનું વેચાણ વધારવા માટે ઘણી ઓફર્સ લઈને આવી રહી છે. આવી સ્થિતિમાં મારુતિ સુઝુકી હવે સરકારી કર્મચારીઓ માટે બંપર ઓફર લઇને આવી છે. મારુતિ આ કર્મચારીઓને 11,000 રૂપિયા સુધીનો એડિશનલ બેનિફિટ આપી રહી છે.

કંપનીએ આ ઓફર વિશે વાત કરતા જણાવ્યું કે, નવી મારુતિ સુઝુકી ગાડીની ખરીદી પર જાહેર ક્ષેત્રના ઉપક્રમો, પોલીસ અને અર્ધલશ્કરી દળો સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના કર્મચારીઓ આ ઓફરનો લાભ લઈ શકશે. આ ઓફર અંતર્ગત વિવિધ મોડેલ્સ પર વિવિધ ડિસ્કાઉન્ટ મળશે.

કંપનીએ ઓફર વિશે આ માહિતી આપી

મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, સરકારે કોવિડ-19 રોગચાળા દરમિયાન ગ્રાહક ખર્ચ વધારવા માટે ઘણા નક્કર પગલાં લીધાં છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાને ટેકો આપવાની અને સકારાત્મક દૃષ્ટિને આગળ ધપાવવી એ આપણી પણ ફરજ છે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સરકારી કર્મચારીઓની સંખ્યા એક કરોડથી વધુ છે. મારુતિ સુઝુકી માટે આ ગ્રાહકોનો સૌથી મોટો વર્ગ છે. તેથી જ અમે સરકારી કર્મચારીઓ માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આની મદદથી તેઓ તેમની પસંદની કાર ખરીદી શકશે અને LTC કેશ વાઉચર યોજનાના ફાયદાઓ ઉપરાંત છૂટ પણ મેળવી શકશે. તાજેતરમાં જાહેર કરાયેલ LTC કેશ વાઉચર યોજનાથી કેન્દ્રીય અને સંરક્ષણના લગભગ 45 લાખ કર્મચારીઓને લાભ મળશે.

મારુતિએ જણાવ્યું કે, સરકારી કર્મચારીઓ માટેની આ યોજના અરેના અને નેક્સા સિરીઝ દ્વારા વેચવામાં આવતાં પેસેન્જર વ્હીકલ્સ અલ્ટો, સેલેરિયો, S-Presso, વેગન-આર, ઇકો, સ્વિફ્ટ ડિઝાયર, ઇગ્નિસ, બલેનો, વિટારા બ્રેઝા, અર્ટીગા, XL6, સિયાઝ અને S-Cross પર લાગુ થશે.

મારુતિ સુઝુકીનાં તમામ મોડેલ્સની પ્રારંભિક કિંમત

મોડેલ પ્રારંભિક કિંમત
અલ્ટો 2.95 લાખ રૂપિયા
સેલેરિયો 4.41 લાખ રૂપિયા
સેલેરિયો X 4.90 લાખ રૂપિયા
ડિઝાયર 5.89 લાખ રૂપિયા
ઇકો 3.81 લાખ રૂપિયા
અર્ટિગા 7.59 લાખ રૂપિયા
S-Presso 3.71 લાખ રૂપિયા
સ્વિફ્ટ 5.19 લાખ રૂપિયા
વિટારા બ્રેઝા 7.34 લાખ રૂપિયા
વેગનઆર 4.46 લાખ રૂપિયા
ઇગ્નિસ 4.89 લાખ રૂપિયા
બલેનો 5.63 લાખ રૂપિયા
સિયાઝ 8.31 લાખ રૂપિયા
S-Cross 8.39 લાખ રૂપિયા
XL6 9.84 લાખ રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here