મારુતિ લોન્ચ કરશે જિમ્ની મિની એસયુવી, જાણો શું છે ખાસ

0
0

(અહેવાલ : રવિ કાયસ્થ)

ઓટો સેક્ટર તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, મારુતિ સુઝુકી તેની મિની એસયુવી ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આપને જણાવી દઈએ કે ઓક્ટોબર 2018 માં મારુતિએ એપ્રિલ 2019 થી મારુતિ જિપ્સીનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં, મારુતિ જિપ્સીની સેવાઓ હજી પણ ભારતીય સેનામાં થઇ રહી છે. એવા સમાચાર પણ છે કે, મારુતિ હવે જિપ્સીને એક નવા વાહનથી બદલવા જઈ રહી છે.

એવું માનવામાં આવી રહ્યુ છે કે, ભારતીય કાર બજારમાં જિપ્સીનું નામ ગિપ્સી હોઈ શકે છે. કારણ કે ગિપ્સીને ભારતીય બજાર ઉપરાંત વૈશ્વિક બજારમાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને તે ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ પણ છે. કંપની આ નવા વાહનને પોતાના નેક્સા દ્વારા વેચશે. એટલે કે, તમે અનુમાન લગાવી શકો છો કે તે પ્રીમિયમ મીની એસયુવી હશે.

નવી જિપ્સી/જિમ્નીમાં 1.5 લિટર K15B પેટ્રોલ એન્જિન મળી શકે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ હશે. તેટલુ જ નહી, તેમાં 4WD વિકલ્પ પણ મળી શકે છે. આ જ એન્જિનનો ઉપયોગ કંપની તેની નવી કાર XL6 માં કરી શકે છે. નવી XL6 ભારતમાં 21 ઓગષ્ટે લોન્ચ થશે.

એવા અહેવાલો છે કે, કંપની તેની મીની એસયુવી ગાડીને મારુતિ સુઝુકીની ગુજરાત ફેક્ટરીમાં બનાવશે અને આંતરરાષ્ટ્રીય માંગ મુજબ તે રાઇટ હેન્ડ ડ્રાઇવ હશે. સુઝુકી તેના મોટા વ્હીલ બેઝ વર્ઝન પર કામ કરી રહ્યું છે, જેમાં અંદર બેસવા માટે પાંચ દરવાજા અને વધુ જગ્યા હશે. વળી ભારતમાં તેનું લાંબુ વ્હીલબેસ વર્જન ઘણુ હિટ સાબિત થઈ શકે છે. હાલમાં, જિમ્ની ફક્ત ત્રણ દરવાજા સાથે આવે છે, જેને ભારતમાં ઓછી પસંદ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here