Friday, June 2, 2023
Homeમારુતિ વિટારા બ્રેઝાનું ફેસલિફ્ટ વર્ઝન લાવી રહી છે, પેટ્રોલ એન્જિન વેરિયન્ટમાં લોન્ચ...
Array

મારુતિ વિટારા બ્રેઝાનું ફેસલિફ્ટ વર્ઝન લાવી રહી છે, પેટ્રોલ એન્જિન વેરિયન્ટમાં લોન્ચ થઈ શકે છે

- Advertisement -

દેશની નંબર વન કાર નિર્માતા કંપની મારુતિ પોતાની સૌથી વધુ વેચાનારી સબ-4 મીટર એસયુવી વિટારા બ્રેઝાનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી શકે છે. આ સેગમેન્ટમાં વધી રહેલી કોમ્પિટીશન જોઇને મારુતિએ આ પગલું ઉઠાવ્યું છે. જાણવા તો એવું પણ મળી રહ્યું છે આ એસયુવીનાં ફેસલિફ્ટમાં નવાં ડીઝલ એન્જિનની સાથે પેટ્રોલ એન્જિનનાં વેરિયન્ટમાં પણ લોન્ચ કરી શકે છે.

મારુતિ વિટારા બ્રેઝાનાં ફેસલિફ્ટ વર્ઝનમાં સનરૂફ અને સાઇડ એરબેગ્સ જેવાં ફીચર્સ મળશે. વર્ષ 2015માં લોન્ચિંગ પછી બ્રેઝાનું આ મિડલાઇફ મેકઓવર હશે. જો કે, આ ફેસલિફ્ટ બ્રેઝામાં કેટલી સાઇડ એરબેગ્સ હશે એ હજી સુધી જાણવા નથી મળ્યું. ધારણા છે કે બ્રેઝાનાં રૂફમાં ડ્રાઇવર અને કો-પેસેન્જર માટે બે વધારાની એરબેગ્સ આપવામાં આવશે અથવા આ સેગમેન્ટની બાકીની ગાડીઓની જેમ આમાં પણ 6 એરબેગ્સ આપવામાં આવી શકે છે. મારુતિએ મલ્ટીપલ એરબેગ્સ અને સનરૂફ માટે નોટિસ ઈન્વાઇટિંગ ટેન્ડર્સ બહાર પાડ્યાં છે.

મારુતિ બ્રેઝાનાં ફેસલિફ્ટમાં 1.3 લિટર ફિએટ મલ્ટિજેટ ડીઝલ એન્જિનની જગ્યાએ નવું 1.5 લિટરનું ડીઝલ એન્જિન લગાવી શકે છે, જે 4000 rpm પર 94 bhp પાવર અને 1500થી 2500 rpm પર 225 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ ગાડીમાં માઇલ્ડ હાર્ડબ્રિટ સિસ્ટમ લાગેલી જોવા મળશે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ટોર્ક કન્વર્ટરનો ઓપ્શન પણ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular