મારૂતિની સ્પેશિયલ ઓફર! વેલિડ ઈનકમ પ્રૂફ વગરનાં લોકો પણ ખરીદી શકશે કાર

0
7

કોરોનાવાયરસ ફાટી નીકળવાને કારણે કારોના વેચાણ પર ભારે અસર પડી છે. કારના વેચાણને વેગ આપવા માટે કંપનીઓ વિવિધ પ્રકારની ફાઈનાન્સિંગ યોજનાઓ લાવી રહી છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા પણ ગ્રાહકોને લલચાવવા માટે સતત નવા ફાઇનાન્સિંગ વિકલ્પો રજૂ કરી રહી છે. મારુતિ સુઝુકીએ ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંક સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ ઈન્ડસઇન્ડ બેંક કાર ખરીદનારાઓને સસ્તા દરે લોન આપશે. તે પહેલા મારુતિએ ICICI બેંક, HDFC બેંક, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી હતી.

100 ટકા લોન આપશે બેંક

જ્યારે ઇન્ડસઇન્ડ બેન્કે મારૂતિની કાર ખરીદનારાઓને સરળ વ્યાજ દરે લોન આપવા જણાવ્યું છે, ત્યારે કાર લોન ખૂબ જ સરળ અને સુગમ બનાવવામાં આવી છે. બેંકે કારની ઓનરોડ કિંમત પર 100 ટકા લોન આપવાની વાત કહી છે.

EMI 899 રૂપિયાથી શરૂ થશે

1 લાખ રૂપિયાની લોન પર EMI રકમ પહેલા ત્રણ મહિના માટે 899 રૂપિયાથી શરૂ થશે. સ્ટેપ-અપ સ્કીમ સાથે ઇએમઆઈ પ્રતિ લાખે રૂપિયા 1800 થશે. જ્યારે, માન્ય આવક પ્રુફ ધરાવતા ગ્રાહકોને કારની ઓનરોડ કિંમત પર 100 ટકા સુધીની લોન મળશે. આ ઉપરાંત, જે ગ્રાહકો પાસે માન્ય આવક પ્રૂફ નથી, તેઓ 100 ટકા એક્સ-શોરૂમ ફંડિંગનો લાભ મેળવી શકે છે.

આ લોકો ખરીદી શકશે કાર

નિવેદનમાં જણાવ્યા અનુસાર IndusInd બેંકે કાર ખરીદવા માટે ઈચ્છુક નોકરીકર્તા, ઉદ્યોગપતિઓ અને ખેતી સાથે સંકળાયેલા લોકોને વિવિધ સુવિધાઓ આપી છે. મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે ઈન્ડસઇન્ડ બેંક તેમની મુખ્ય ફાઇનાન્સ પાર્ટનર છે. બેંક સાથેનો તેમનો કરાર એવા લોકોને સુવિધા પૂરી પાડે છે કે જેઓ કોવિડ -19 રોગચાળામાં રોકડના અભાવને કારણે કાર ખરીદી શકતા નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here